GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે

 

MORBI:મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે

 

 

કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી ના વિધાર્થી ને શિલ્ડ તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ગોસ્વામી સમાજ નો ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી દરેક માં વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માં પાસ થયેલા વિધાર્થી નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ૧ થી 3 નંબર આવેલ વિધાર્થીઓ ને શિલ્ડ તેમજ અન્ય વિધાર્થીઓ ને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે આ વિધાર્થી સન્માન સમારોહ માં મોરબી શહેર અને મોરબી જીલ્લા ના તાલુકા માં વસતા દશનામ ગોસ્વામી સમાજ ના બાળકો ને વિધાર્થીઓ ભાગ લઈ શકશે દરેક વિધાર્થીઓ તા ૫-૭-૨૦૨૫ સુધી માં નીચેના સરનામે માર્કશીટ ની ઝેરોક્ષ નકલમાં પાછળ નામ તેમજ મોબાઈલ નંબર લખી પહોંચતી કરવી માર્કશીટ ની નકલ આપવા માટે મંડળ ના પ્રમુખ,સભ્યો,હોદેદારો તેમજ કાર્યાલય શિવ ડિજિટલ શિવમ પ્લાઝા મિલન પાર્ક મહેન્દ્રનગર મોરબી ૨ પ્રમુખ તેજશગીરી મો નં 98795 90146 તેમજ ગોસ્વામી ન્યૂઝ એજન્સી સરદારબાગ પાસે શનાળા રોડ મોરબી,મોમાઈ ડેરી એન્ડ બેકરી મીરા પાર્ક વાવડી રોડ મોરબી,ગુરૂકૃપા સિલેકશન તખ્તસિંહજી રોડ મોરબી ખાતે પહોંચડવી સમારોહ માં બળવંતગીરી,અમિતગીરી,નિતેષગીરી,હાર્દિકગીરી,દેવેન્દ્રગીરી,પ્રકાશગીરી સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!