હાલોલ- પાવાગઢ ડુંગર પર આવેલી છાસીયા પ્રાથમિક શાળા પાસે ગંદકીના કારણે પારાવાર હાલાકી,વિદ્યાર્થીઓ પરેશાન

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૮.૨૦૨૪
યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આવેલ રોપ વે અપર સ્ટેશન પાસે આવેલ છાસીયા તળાવ પ્રાથમિક શાળા જવાના રસ્તા પર પારાવાર ગંદકી તેમજ કાદવ કિચ્ચડ ને લઇ શાળામાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.હાલોલ તાલુકાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર માતાજીના સાનિધ્યમાં પંચમહાલ જિલ્લા ની નહિ પરંતુ ગુજરાત ની સૌથી ઉંચાઈ ઉપર આવેલ છાસીયા તળાવ પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 42 છે. તેમાં એક થી પાંચ ધોરણ બે શિક્ષકો થી ચાલે છે. તેમાં ડુંગર પર વસતા લોકોના બાળકો ભણવા માટે આવે છે.આ શાળા માં જવા માટેના રસ્તા ઉપર પારાવાર ગંદકી તેમજ વરસાદની સીઝન ને લઇ કાદવ કીકચડ થઇ જતા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેને લઇ શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ શાળામાં જવાનું ટાળતા હોય છે.જેથી શાળામાં વિદ્યાર્થીઓ ની પાંખી હાજરી જોવા મળે છે.અને બાળકો નો અભ્યાસ પણ બગડે છે.જાણવા મળેલી માહિતી મુજબ આ પ્રાથમિક શાળામાં જવાના રસ્તા પર થી ટ્રેક્ટર ની અવાર જવર થતી હોવાથી વરસાદી મોસમ માં કાદવ કિચ્ચડ થઇ જાય છે અને આ રસ્તા ઉપર નિયમિત સફાઈ થતી ન હોવાથી ગંદકી થઇ જાય છે.શાળામાં ભણવા આવતા બાળકો ને આવા જવા માં કોઈ તકલીફ ના પડે તે માટે યોગ્ય વ્યયસ્થા વહીવટી તંત્ર દ્વારા કરી આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.









