દાંતાની કુંવારસી ઘાટીમાં એસટી બસ બંધ પડતાં અકસ્માત, બસ ખાડા માં ખાબકતા 45 મુસાફરો ને નાની મોટી ઇજાઓ, બે ગંભીર

23 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
દાંતાની કુંવારસી ઘાટીમાં એસટી બસ બંધ પડતાં અકસ્માત, બસ ખાડા માં ખાબકતા 45 મુસાફરો ને નાની મોટી ઇજાઓ, બે ગંભીર બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં કુંવારસી પહાડી વિસ્તાર માં એસટી નિગમની બસનો અકસ્માત સર્જાતા ભારે અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. ખેડબ્રહ્માથી ધાનેરા તરફ જતી એસટી બસ અચાનક ગરમ થઈને બંધ પડી ગઈ હતી ને આ એસટી બસમાં કુલ 45 મુસાફરો જેટલા સવાર હતા. ત્યારે આ ઘટના બનવા પામી હતી જોકે બસ ડ્રાઇવરના જણાવ્યા અનુસાર, એસટી બસ બંધ થયા બાદ તેઓ નીચે ઉતરીને પથ્થર મૂકવા ગયા હતા.તે દરમિયાન બસ નીચે તરફ રગડી ને ઊંડા ખાડામાં ખાબકી હતી. આ જે બસ માં સવાર અનેક મુસાફરો ને અકસ્માતમાં ઈજાઓ પહોંચવા પામી હતી જેમાંથી બે મુસાફરોની સ્થિતિ ગંભીર છે.અકસ્માતની જાણ થતાં અંબાજી અને દાંતાની ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે દાંતાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં હડાદ પોલીસ, અંબાજી ડેપો મેનેજર, દાંતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મોટી જાનહાની ટળી હોવાનું જાણવા મળેલ છે, તસવીર અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ









