GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

એસઓજી પોલીસે કાલોલ પોલીસ સ્ટેશનના પશુધારા ના ગુનામાં આરોપીને પોપટપુરા ખાતેથી ઝડપી પાડ્યો

 

તારીખ ૦૮/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપેલ સૂચના મુજબ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ.જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે. ગોહિલ તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હિતેશકુમાર આરતસિંહ આ.પો.કો. એસ.ઓ.જી. ગોધરા નાઓને હ્યુમન સોર્સીસ થી મળેલ બાતમી આધારે કાલોલ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૭૦૩૬૨૪૦૮૨૨/૨૦૨૪ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ ૨૦૧૧ ના સુધારા ૨૦૧૭ ની કલમ ૮(૨),૮(૪) તથા બી.એન.એસ. કલમ ૩૨૫ વિગેરે મુજબના ગુન્હાના નાસતા ફરતા આરોપી અસલમખાં મહેમુદખાં મલેક રહે.ગામ પોપટપુરા તાલુકા ગોધરા જીલ્લા પંચમહાલ નાને તેના રહેણાંક ઘરેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારૂ કાલોલ પોલીસ સ્ટેશનમાં સોંપવામા આવેલ છે.

 

Back to top button
error: Content is protected !!