BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં દબાણ હટાવ ઝુંબેશ: કોલેજ રોડથી એબીસી સર્કલ સુધી 22 મીટરની મર્યાદામાં દબાણો દૂર કરાયા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં આર.એમ.બી. વિભાગે કોલેજ રોડથી એબીસી સર્કલ સુધીના માર્ગ પર દબાણ હટાવવાની મોટી કાર્યવાહી શરૂ કરી છે. રોડના સેન્ટરથી 22 મીટર સુધીના વિસ્તારમાં આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

આ કાર્યવાહી દરમિયાન ભરૂચના એસડીએમ મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી અને સી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.યુ. પાણમિયા હાજર રહ્યા હતા. જાહેર માર્ગો પર લોકોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો દૂર કરવાનું આયોજન આર.એમ.બી. વિભાગે કર્યું છે.

સ્થળ પર સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સુરક્ષા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને તેમનો સહયોગ માંગવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!