
પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની કેશોદમાં આન, બાન, શાનથી ઉજવણી કરવા દેશભક્તિના રંગમાં રંગાવા સાંજે એસટી બસ સ્ટેન્ડ પરથી શહેરના રાજમાર્ગ ઉપર વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જુનાગઢ જીલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત બહોળી સંખ્યામાં ભાજપના હોદેદારો પદાધિકારીઓ કાર્યકરો અને સામાજિક સંસ્થા ના હોદેદારો સ્વયંભૂ જોડાઈને દેશના જાબાંઝ જવાનોના શૌર્યને સલામી આપી હતી.ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનોએ પાકિસ્તાન સામે ફરી એકવખત તેમની વીરતાનો પરચમ લહેરાવ્યો છે.’ઓપરેશન સિંદૂર’હાથ ધરી પાકિસ્તાનમાં છૂપાયેલા 100થી વધુ આતંકવાદી ઓનો સફાયો કર્યો છે.આ મિલેટ્રી ઓપરેશન પાર પાડનારા દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા કેશોદ શહેરમાં – દેશપ્રેમનો જુવાળ નજરે પડયો હતો.સૈનિકોનું મનોબવ મજબૂત કરવા તેમને એકતા અને અખંડિતાનો સંદેશ આપવા સાથે દેશપ્રેમથી છલોછલ ભરેલી ભવ્ય તિરંગા યાત્રાનું ચારચોક ખાતે સમાપન થયું હતું કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ પોલીસ કાફલા સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





