KUTCHMUNDRAUncategorized

મુન્દ્રા તાલુકાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના લેખન, ગણન અને વાંચનની કચાસને દૂર કરવાનો સફળ પ્રયાસ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા.7: તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતા બાળકોને ગણિત અને ભાષા જેવા વિષયોમાં લેખન, ગણન અને વાંચનની કચાસને દૂર કરવા માટે અદાણી ફાઉન્ડેશનના સહયોગથી શિક્ષણ શાખા આયોજિત “સફલ” પ્રોજેક્ટ અંતર્ગત બાળકોની ભાષા સજ્જતા અને ગાણિતિક કૌશલ્યોનું મૂલ્યાંકન દ્વારા માપન કરી પ્રિય (નબળા) બાળકોને વિવિધ શૈક્ષણિક ઉપચારાત્મક કાર્યો દ્વારા નિપુણ બનાવવા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના આચાર્યોની ચિંતન શિબિરનું આયોજન કરી સફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં શાળા વ્યવસ્થાપન, વહીવટી બાબતો, સરકારની બાળકેન્દ્રીય વિવિધ શૈક્ષણિક યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલા અને મુન્દ્રા તાલુકાના બાળકોના શિક્ષણની સતત ચિંતા કરતા યુવા અને ઉત્સાહી એવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ રૂઘાણીના હસ્તે નવતર પ્રોજેક્ટ “સફલ પ્રયાસ”નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ અન્ય બાળકોની તુલનામાં અભ્યાસમાં પાછળ રહી જતા પ્રિય બાળકોને સામાન્ય પ્રવાહમાં સામેલ કરવાનો છે. જે શિક્ષણ જગત માટે એક દીવાદાંડી રૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટમાં પ્રિય બાળકોના વાંચન, લેખન અને ગણન સંબંધિત કસોટીઓ તેમજ ઉપચારાત્મક કાર્યો વિશે આચાર્યોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ તકે અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ અને તેમની ટીમ, બી.આર.સી. કો-ઓર્ડીનેટર સમીર ચંદારાણા, જિલ્લા કેળવણી નિરીક્ષક હિતેશભાઈ મોખા, મુન્દ્રા તાલુકા પ્રાથમિક શિક્ષણ સમાજના પ્રમુખ મનહરસિંહ ઝાલા, મહામંત્રી સહદેવસિંહ જાડેજા તથા તમામ હોદ્દેદારો અને તમામ સી.આર.સી. કો-ઓર્ડીનેટરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!