
વિજાપુર ખાતે હોમગાર્ડ જવાનો છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર હોમગાર્ડ જવાનો દ્વારા પ્રભાત ફેરી સ્વચ્છતા અભિયાન રાષ્ટ્ર ના ઘડવૈયા ઓ ને શ્રદ્ધાંજલી પુષ્પ અર્પણ કરી શહેર મા વિવિધ કાર્યક્રમો કરીને હોમગાર્ડ સ્થાપના દીવસ ની હોમગાર્ડ પરેડ ગ્રાઉન્ડ ના મેદાનમાં ઉજવણી કરવામાં આવી હતી જેમા જિલ્લાના હોમગાર્ડ કમાન્ડર ના આપેલ સૂચના મુજબ તેમજ હોમગાર્ડ કમાન્ડર ની રાહબરી હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રભાત ફેરી કાઢી તેમજ સરદાર પટેલ બાવલા ને પુષ્પ અર્પણ કરી તેમજ બંધારણ ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર ને શ્રદ્ધાંજલી અર્પી ને ઉજવણી કરી હતી જેમાં જવાનો એ પરેડ મેદાન મા તેમજ હોમગાર્ડ ની કચેરીના આસપાસ ના જગ્યાએ થી સફાઈ અભિયાન અંતર્ગત સફાઇ કરવામાં આવી હતી જેમા સીત્તેર થી વધુ હોમગાર્ડ જવાનો હાજરી આપીને હોમગાર્ડ સ્થાપના દીવસ ની ઉજવણી ને સફળ બનાવી હતી



