વાવ થરાદ સુઈગામના ખેડૂતોની વેદના સહાય પેકેજ નહીં પરંતુ મજાક સમાન રાહત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વિટ દ્વારા આશરે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું ખેડૂત સહાય પેકેજ જાહેર કર્યું હોવાની જાહેરાત કરી હતી. પરંતુ ફક્ત એકથી બે કલાક બાદ કૃષિ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું કે ખેડૂતોને પ્રતિ હેક્ટર ફક્ત ૨૨,૦૦૦ રૂપિયાની સહાય મળશે વધુમાં વધુ બે હેક્ટર સુધી જ. એટલે કે કુલ રકમ ફક્ત ચુમાલીસ હજાર રૂપિયા જેટલી થાય છે
ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે હાલની પરિસ્થિતિમાં આટલા ઓછા પૈસામાં તો ડીઝલનો ખર્ચ પણ ન પુરાય. વરસાદ, પાક નુકસાન અને ખર્ચાના ભાર વચ્ચે આ પેકેજને ખેડૂતો “આત્મહત્યા સમાન રાહત” કહી રહ્યા છે વિરમભાઈ રાજપુત દ્વારા જણાવવામાં આવ્યો હતો
ખેડૂત સંગઠનોના મતે, જો રાજ્ય સરકાર દરેક ખેડૂતને પચાસ હજાર રૂપિયાનું પ્રતિ હેક્ટર પેકેજ આપત, તો ખરેખર આભાર વ્યક્ત કરવાની સ્થિતિ હોત અને ખેડૂતો ભાજપ સરકારના ઋણી બની હોત એવું લક્ષ્મણ ભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ
તે જ સમયે, પંજાબ સરકાર (આમ આદમી પાર્ટી) એ દરેક ખેડૂતને ૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ હેક્ટર સહાય જાહેર કરી છે જ્યારે પંજાબને ગુજરાત જેટલું સમૃદ્ધ રાજ્ય માનવામાં આવતું નથી છતાં આ પ્રમાણે પેકેજ જાહેર કરે છે પરંતુ ઉદ્યોગપતિઓના કરોડો-લાખોના દેવા માફ કરતી ગુજરાત સરકાર, ખેડૂતો માટે ફક્ત ટુકડાઓ સમાન રાહત આપે છે. ખેડૂતોની વેદના એ છે કે સરકારના આ પેકેજથી વાસ્તવમાં ખેડૂતના ખેતરમાં નથી પણ નિરાશાના આંસુમાં વધારો થશે એવું ખેડુત શકમલેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું
ખેડૂત માંગ કરે છે કે સહાય પેકેજને નવો આકાર આપવામાં આવે અને દરેક ખેડૂતને ઓછામાં ઓછા પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર મદદ રૂપે આપવામાં આવે ત્યારે જ સાચી રાહત કહેવાય એવું ખેડુત કમલેશ ભાઈઆસલે જણાવ્યું હતુ




