ઊંડાઈ પગાર કેન્દ્ર શાળાનો વિદ્યાર્થી વેદ પ્રજાપતિ જવાહર નવોદય પરીક્ષામાં ઉતીર્ણ..
ઊંડાઈ પગાર કેન્દ્ર શાળાનો વિદ્યાર્થી વેદ પ્રજાપતિ જવાહર નવોદય પરીક્ષામાં ઉતીર્ણ..

ઊંડાઈ પગાર કેન્દ્ર શાળાનો વિદ્યાર્થી વેદ પ્રજાપતિ જવાહર નવોદય પરીક્ષામાં ઉતીર્ણ..
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬/ ૨૦૨૭ માં ધો.-૬ માં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવેલ પ્રવેશ પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું.ત્યારે ભાભર તાલુકા ના ઊંડાઈ ગામના વતની માનવતા ગ્રુપ ભાભરના કાર્યકર્તા પ્રજાપતિ જયેશભાઈ પ્રભુભાઈ ના પુત્ર અને ઊંડાઈ પગાર કેન્દ્ર શાળાનો વિદ્યાર્થી વેદ જયેશભાઈ પ્રજાપતિ એ જવાહર નવોદય વિદ્યાલય લેવામાં આવતી પરીક્ષા માં ઉતીર્ણ થયો છે.આ ઉપરાંત સૈનિક સ્કૂલ તેમજ CET પરીક્ષામાં પણ ઉતીર્ણ થયેલ છે.પરીક્ષામાં વિદ્યાર્થીના માતા-પિતા,શાળાના શિક્ષકગણ દ્વારા ખૂબ જ તૈયારીના પરિણામના સ્વરૂપે નવોદય પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે તેમ શૈલેષભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. પરીક્ષામાં પાસ થવા બદલ શાળા પરિવાર તેમજ પ્રજાપતિ સમાજ દ્વારા વેદ પ્રજાપતિને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530