
,દેડિયાપાડાના વેડછા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ,
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : દેડિયાપાડા
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા દ્વારા દત્તક લીધેલા વેડછા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. એમ. વી. તિવારી હાજર રહ્યા હતા. તેમણે બહેનોને શી-માર્ટ અને FPO મારફતે વેચાણ વ્યવસ્થાપન તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત ફાદર રાકેશે સમાજમાં મહિલાનું મહત્વ અને તેમના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. સિસ્ટર ઉષાએ બહેનોને બચત મંડળીઓના મહત્વ અને તેની કામગીરી અંગે માહિતી આપી હતી. સાથે સાથે અન્ય વક્તાઓએ તેમની સંસ્થા દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી વિવિધ તાલીમો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અણદુ, અરેઠી અને વેડછા ગામના ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા
હતા.




