Rajkot: રાજકોટમાં કોઈપણ માન્યતા વગરની સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ

તા.૫/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાતમાં નકલી અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકું, નકલી ઘી બાદ હવે રાજકોટમાં નકલી સ્કૂલ ચાલુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટમાં કોઈપણ માન્યતા વગરની સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્કૂલને લઈને અનેક ચોંકવાનારા ખુલાસા થયા છે.
રાજકોટમાં કુવાડવા તાલુકામાં આવેલા માલિયાસણ પીપળીયા ગામમાં જે પ્રિ-પ્રાયમરી સ્કૂલ પકડાય છે તે એક, બે નહીં પણ છેલ્લા છ વર્ષથી ધમધમતી હતી. આ ઉપરાંત ચોંકાવનારી વાત એ છે કે આ સ્કૂલ દુકાનમાં ચાલતી હતી. તેમ છતાં શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું ન હતું. ત્યારે હવે શિક્ષણ વિભાગના અધિકારીઓ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. દૂકાનમાં ક્લાસ બનાવીને માન્યતા વગર જ ગૌરી પ્રિ-પ્રાયમરી નામની સ્કૂલમાં બાળકોને ભણાવવામાં આવી રહ્યા હતા. જો કે આ સ્કૂલ સંચાલક આર.સી ધડુકે સ્કૂલ નહીં પણ ટ્યુશન ક્લાસ હોવાની વાત કહી છે. જો કે સ્કૂલના નકલી પરિણામ પર તેને કોઈ જવાબ આપ્યો હતો.



