ગોધરા-વડોદરા હાઈવે પર શાકભાજી ભરેલા ટેમ્પોનું ટાયર ફાટતાં પલટી, ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત …

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
વડોદરાથી ગોધરા તરફ શાકભાજી ભરીને આવી રહેલા એક લોડિંગ ટેમ્પોનું ટાયર વહેલી સવારે આઠ વાગ્યાના અરસામાં ગોધરા કોઠી ત્રણ રસ્તા ચોકડી પાસે આવેલા અમર CNG પમ્પ સામે ફાટ્યું હતું. ટાયર ફાટતાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને ટેમ્પો પલટી ખાઈ ગયો હતો.
આ અકસ્માતમાં ટેમ્પો ચાલકને માથાના ભાગે તેમજ ખભાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત થતાં જ રોડ પર શાકભાજી વેરવિખેર થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં મોટી જાનહાની ટળી હતી.
ઘટના સ્થળે હાજર રાહદારીઓ તેમજ રિઝવાનભાઈ બંગલી, હુસેન પઠાણ, ઈકબાલ ઉભલી (ઈક્કુ) અને અન્ય સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે ઘાયલ ડ્રાઈવરને ટેમ્પોમાંથી બહાર કાઢી, માનવતા દાખવી, સમયસર સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. સાથે જ, રોડ પર વેરવિખેર થયેલી મોંઘીદાટ શાકભાજીને એક તરફ ખસેડીને રસ્તો ખુલ્લો કર્યો હતો.
આજના મોંઘવારીના યુગમાં શાકભાજીનો આટલો મોટો જથ્થો વેરવિખેર થઈ જતાં વેપારીને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.
–






