અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ ની ઉંડવા બોર્ડર પર વાહન ચેકીંગ હાથ ધરાઈ: સાવચેતીના ભાગ રૂપે શામળાજી મંદિરે સુરક્ષા તૈનાત કરવામાં આવી
દિલ્હી બ્લાસ્ટ બાદ અરવલ્લીમાં સાવચેતીના ભાગ રૂપે સુરક્ષા વધારાઈ છે દિલ્હીમાં બનેલા બ્લાસ્ટના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય યાત્રાધામ શામળાજી ખાતે પણ પોલીસ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે.મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોની ચકાસણી માટે હથિયારધારી એસઆરપી જવાનોએ પોલીસ સાથે મળી તૈનાતી સંભાળી છે. દરેક પ્રવેશદ્વાર પર સુરક્ષા તપાસ કડક કરવામાં આવી છે, તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની તપાસ માટે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોની ચકાસણી માટે હથિયારધારી એસઆરપી જવાનોએ પોલીસ સાથે મળી તૈનાતી સંભાળી છે. દરેક પ્રવેશદ્વાર પર સુરક્ષા તપાસ કડક કરવામાં આવી છે, તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની તપાસ માટે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “ભક્તોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. કોઈ પણ શંકાસ્પદ હલનચલન સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.”
બીજી તરફ અરવલ્લી જિલ્લામાં અડકીને આવેલ રાજેસ્થાન બોર્ડર પર પોલીસ ધ્વારા વિવિધ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં જિલ્લામાં આવેલ શામળાજી ચેકપોસ્ટ, મેઘરજની ઉંડવા ચેકપોસ્ટ સહિત વિવિધ ચેકપોસ્ટ પર સતર્કતા ના ભાગ રૂપે હાલ જિલ્લાની પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ગઈ રાત્રી બનેલી દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને લઈને હવે ગુજરાતની અંદર પણ પોલીસસતર્ક બની છે અને કોઈ બનાવ ન બને તેના પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે






