
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : રેલ્લાવાડા ગ્રામ્ય બોર્ડર વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઇસરી પોલીસ ધ્વારા વાહન ચેકીંગ હાથ ધરાયું
દિલ્હી ખાતે લાલ કિલ્લા નજીક મેટ્રો ટ્રેન સ્ટેશન પાસે ગેટ નંબર 4 પાસે ગઈ રાત્રિના સમયે થયેલ બોમ્બ બ્લાસ્ટ મામલે હવે ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે અને સાવચેતીના ભાગ રૂપે તમામ પોલીસ અધિકારી તેમજ બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં અરવલ્લી જીલ્લો પણ રાજેસ્થાન બોર્ડર ને અડકીને આવેલો જિલ્લો છે જે પૈકી શામળાજી રતનપુર બોર્ડર, મેઘરજ ઉંડવા ચેક પોસ્ટ ,રેલ્લાવાડા ચેક પોસ્ટ સહિત વિવિધ જગ્યાએ સાવચેતીના ભાગ રૂપે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું જે પગલે રેલ્લાવાડા બોર્ડર વિસ્તારમાં ઇસરી પોલીસ સ્ટેશન ધ્વારા પણ રાત્રિ દરમિયાન અવર જવર કરતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું . ખાસ કરીને જે રીતે ગઈ કાલની ઘટના ને લઈ ગુજરાત પોલીસ પણ એક્શનમાં છે તેમજ પોલીસ ધ્વારા એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે અફવાઓ થી દૂર રહેવું અને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી રહી છે






