GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
વાપી–વાંસદા માર્ગના રાણીફળિયા ચાર રસ્તા થઇ વાંસદા નવા બસ ડેપોને જોડતા રસ્તા પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાહન ચાલકોએ પ્રતિબંધિત ડાયવર્ઝન રૂટ હનુમાનબારી ચાર રસ્તા થઇ વાંસદા મુખ્ય રસ્તાનો ઉપયોગ કરવો
નવસારીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાપી-ધરમપુર-વાંસદા-ઉનાઈ-શામળાજી ને. હા. નં-૫૬ પરથી રાણીફળીયા ચાર રસ્તા થઈ વાંસદા નવા બસ ડેપા સુધીના રસ્તાને પહોળો તથા કરવાની કામગીરી શરૂ હોઈ જેને ધ્યાને લઈને નવસારી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી યોગરાજસિંહ ઝાલાએ અગાઉનું જાહેરનામું લંબાવીને તા.૨૭/૧/૨૦૨૬ સુધી કરવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર વાપી-ધરમપુર-વાંસદા-ઉનાઈ શામળાજીને હા. ન. ૫૬ પરથી રાણીફળીયા ચાર રસ્તા થઈ વાસદા નવા બસ ડેપોને જોડતા રસ્તા ઉપર વાહનોના અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વાહનચાલકોએ ડાયવર્ઝન રૂટ તરીકે હનુમાનબારી ચાર રસ્તા થઇ વાંસદા મુખ્ય રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.



