GUJARATKUTCHMANDAVI
શ્રી બી.બી.એમ.હાઈસ્કૂલ,બિદડા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દેશના વીર બલિદાની જવાનો માટે રૂપિયા 2,11,111/- ભંડોળ એકત્રીત કરીને મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીએ ફંડ અર્પણ કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ દેશના વીર બલિદાની જવાનો અને તેમના પરિવારો માટે પોતાના ગામના નાગરિકો પાસેથી થોડા થોડા કરીને રૂપિયા 2,11,111/-ફંડ એકત્રિત કર્યું
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૭ ડિસેમ્બર : સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અર્પણ “કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય” – આ કહેવતને સત્ય ઠરાવતા કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બી.બી.એમ. હાઈસ્કૂલ, બિદડા તા. માંડવી – કચ્છ ના ગામેગામ (કુલ ૧૨ ગામ)થી આવતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ દેશના વીર બલિદાની જવાનો અને તેમના પરિવારો માટે પોતાના ગામના નાગરિકો પાસેથી થોડા થોડા કરીને રૂપિયા 2,11,111/- (અંકે રૂપિયા બે લાખ અગિયાર હજાર એકસો અગિયાર)નું માતબર ભંડોળ એકત્રીત કરીને આજે ૦૭/૧૨/૨૦૨૪ના રોજ કચ્છ કલેકટરશ્રી તથા “મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી અધિકારી શ્રી હિરેનભાઈ લિંબાચિયા સાહેબને પોતાનું યોગદાન અર્પણ કર્યું.