BHACHAUGUJARATKUTCH

આધોઈ હાઈસ્કૂલ મધ્યે એઈડ્ઝ અંગે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ,તા-૨૩ ઓગસ્ટ : ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. નારાયણ સિંઘ તેમજ વિજપાસર પી.એચ.સી. મેડિકલ ઓફિસર ડો. વત્સલ પટેલ અને આયુષ એમ.ઓ. ડો.રોશન બલાત ના માર્ગદર્શન હેઠળ આધોઇની શ્રી ઉચ્ચતર અને માધ્યમિક હાઈસ્કૂલમાં એઈડ્ઝ અંગે માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ ની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.

જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર પાતર કિરેનકુમાર દ્વારા એચ.આઈ.વી એઇડ્સ વિષે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. જેમ કે સૌ પ્રથમ 1988 માં શરૂ થયેલ એઇડ્સ જીવલેણ રોગ એઇડ્સ વિશે સહાનુભૂતિનો સંદેશ આપે છે એચ.આઈ.વી. વાયરસ દ્વારા ફેલાતો આ રોગ આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. આજના ટેકનૉલોજી યુગમાં વધતાં જતાં અનૈતિક સંબંધો આ મહા રોગ નો વ્યાપક વધારવા કારણભૂત છે. આ રોગ થયા પછી દર્દીને દવા કરતાં લાગણી અને હુફ ની બહુ જરૂર પડે છે. રોગ પ્રતિકારક શક્તિનો ક્રમશ ઘટાડો થતાં આવી વ્યક્તિ એચ.આઈ.વી ગ્રસ્ત થયાની શંકા રહે છે. ઉપરાંત શરીરમાં વજનમાં માત્ર એક જ માસ માં 10% કે તેથી વધુ ઘટાડો થાય છે ઝાડા, ઉધરસ અને તાવ પણ એક માસ થી વધુ સતત રહે છે. ચામડી પર ડાઘ પડે અને ખંજવાળ, જીભ પર છારી બાઝવી જેવા અન્ય લક્ષણો જોવા મળે છે. આ રોગ થી બચવા સૌથી અગત્યનો અને મુખ્ય ઉપાય નૈતિક જાતિય સંબંધો છે ઉપરાંત ભાવી પેઢી માટે ખાસ કિશોરાવસ્થામાં જ એઇડ્સ ની સમજણ આપતા કાર્યક્રમો રાખવા, શાળામાં જાતિય શિક્ષણ આપવું અનિવાર્ય બની ગયું છે તેમજ એચ.આઈ.વી. મુખ્ય ચાર રીતે ફેલાય છે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે જાતિય સમાગમ દ્વારા , ચેપગ્રસ્ત ચોયના ઉપયોગથી, ચેપગ્રસ્ત લોહી લેવાથી, ચેપગ્રસ્ત માતાથી તેના બાળકને.

એચ.આઈ.વી. કેવી રીતે ફેલાતો નથી? સાથે જમવાથી, સ્પર્શ કરવાથી, મચ્છર કરડવાથી, સાથે કામ કરવાથી થતો નથી. તેના વિશે વિસ્તૃત માહિતી આપી તેમજ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ક્લિનિક માં આપવામાં આવતી સેવાઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ આરોગ્ય કાર્યકર સંજયભાઈ ચંદેરા દ્વારા ડેન્ગ્યુ અને મેલેરિયા રોગ અટકાયતી પગલાઓ , ટી.બી. મુક્ત ભારત , રસીકરણ અંગે માહિતી આપવામાં આવી . સી.એચ.ઓ. કાજલબેન દ્વારા ન્યૂટ્રેશન અને લોહ તત્વ ની ગોળીના ફાયદા વિશે સમજાવેલ. તેમજ એચઆઈવી એઇડ્સ વિષય પર વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીમાંથી એક થી ત્રણ નંબરને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં આશા – પ્રીતિબેન હાજર રહ્યા હતા.તેમજ શાળાના મુખ્ય શિક્ષક ચંદ્રકાંત કે ડાભી તેમજ શાળા સ્ટાફગણ એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.

Back to top button
error: Content is protected !!