વેજલપુર પોલીસે અલગ-અલગ બે જગ્યાએથી છ જુગારીઓને ૧૨ હજાર ઉપરાંત ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયાં.
તારીખ ૧૨/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં શ્રાવણિયો જુગાર રમી રમાડતા બે અલગ-અલગ સ્થળોએ સ્થાનિક પોલીસે છાપા મારીને કુલ છ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડયા છે પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનના પોસઈ એસ.એલ.કામોળ ને મળેલી બાતમી અનુસંધાને કાલોલ તાલુકાના આબાલીયારા વ્યાસડા ગામે તળાવની પાળ પાસે નીલગીરી ખેતરના ખુલ્લા જગ્યાએ અને આથમણા ગામે ખુલ્લા ખેતરમાં ગંજીફો ચિપી રોકડ રકમ દાવ પર લગાવી જુગાર રમતા (૧) અરવિંદભાઈ ઊર્ફે જલો અર્જુનસિંહ ચૌહાણ (૨) કિરીટકુમાર સબૂરભાઇ પરમાર (૩) વિપુલસિંહ રમેશસિંહ ચૌહાણ (૪) વિનોદભાઈ ગોપાલભાઈ પટેલ ને દાવ પરની તેમજ અંગ ઝડતીમાંથી મેળેલ રકમ ૧૨,૨૫૦/ ના મુદ્દામાલ સાથે તથા આથમના ગામેથી (૧) સંજયકુમાર ખુમાનસિંહ ચૌહાણ અને (૨) રમેશભાઈ ભવાનસિંહ જાદવ ને રૂ ૪૯૦/ ના મુદ્દામાલ સાથે ઝડપી કુલ ૧૨૭૪૦ મુદ્દામાલ સાથે છ ઇસમોની અટક કરી હતી જ્યાં વેજલપુર પોલીસનાં હાથે ઝડપાયેલા છ જુગારીઓ સામે જુગાર ધારાની અલગ અલગ કલમો હેઠળ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.