યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ અને સ્ટડી ગ્રુપ દુનિયાના ટોચના વિદ્યાર્થી શહેરમાં નવા વેપારલક્ષી લંડન કેમ્પસ સાથે રોજગારક્ષમતાને અગ્રતા આપે છે

- યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ- લંડન દ્વારા સ્ટડી ગ્રુપ સાથે ભાગીદારીમાં લંડનના વૈશ્વિક કનેક્ટેડ નાણાકીય જિલ્લાની નજીક કેમ્પસમાં શ્રેણીબદ્ધ વેપારલક્ષી પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમો રજૂ કરાયા.
- આ અભ્યાસક્રમો રોજગારક્ષમતાને કેન્દ્રમાં રાખે છે અને વ્યાપક વ્યાવસાયિક અનુભવ સાથે ઈનોવેટિવ એકેડેમિક્સ દ્વારા શીખવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીનાં લક્ષ્યોને સાકાર કરી શકે.
- યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ- લંડન શૈક્ષણિક અને વ્યાવસાયિક દુનિયા વચ્ચેનું અંતર દૂર કરીને વેપાર માટે મજબૂત કડી બનાવે છે, જે યુકેની રાજધાની અને તેની પાર સફળ ગ્રેજ્યુએટ્સ માટે વૈશ્વિક નામાંકિત કંપનીઓ સાથે કારકિર્દી માટે માર્ગ પૂરો પાડે છે.
યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ અને સ્ટડી ગ્રુપ દ્વારા દુનિયાના અવ્વલ વિદ્યાર્થી શહેરના નાણાકીય જિલ્લાના કેન્દ્રમાં લંડન કેમ્પસ નિર્માણ કરવા માટે નવી ભાગીદારી રજૂ કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હવે વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ માટે તૈયારીમાં વિદ્યાર્થીઓને ટેકો આપવામાં નિષ્ણાત અગ્રણી આંતરરાષ્ટ્રીય શિક્ષણ પ્રદાતા દ્વારા પ્રદાન કરાતી રોજગારક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણમાં ઉત્કૃષ્ટ યુકે યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રીનો અભ્યાસ કરવાનું પસંદ કરી શકે છે.
વિદ્યાર્થીઓની પ્રથમ બેચ 2025-26ના શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં તેમના પ્રોગ્રામ શરૂ કરશે અને હડર્સફિલ્ડ લંડન માસ્ટર્સ ઈન મેનેજમેન્ટ, ઈન્ટરનેશનલ બિઝનેસ, કમ્પ્યુટિંગ અને માર્કેટિંગ સહિત વેપારલક્ષી પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમોની શ્રેણી ઓફર કરશે. અભ્યાસક્રમ વૈશ્વિક, બહુરાષ્ટ્રીય વેપારો સાથે મજબૂત કડી સાથેની અનુભવી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શીખવવામાં આવશે અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે સતત સર્વોચ્ચ સ્વતંત્ર રેટિંગ પ્રાપ્ત કરનારી પુરસ્કાર વિજેતા યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ દ્નવારા પ્રમાણિત હશે.
યુનિવર્સિટીની ઉચ્ચ સ્તરની વૈશ્વિક કંપનીઓ સાથે મજબૂત કડી પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. આ કંપનીઓ સાથે સહભાગી થતાં કારકિર્દીલક્ષી વિદ્યાર્થીઓને વ્યાપક, વૈશ્વિક પરિપ્રેક્ષ્ય વિકસાવવામાં મદદરૂપ થાય તે રીતે અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. બહુરાષ્ટ્રીય વેપારોના વ્યાવસાયિકો કોર્સની કન્ટેન્ટમાં યોગદાન આપશે, જે અસલ દુનિયાની સુસંગતતા અભ્યાસક્રમમાં મઢી લેવાય અને ગુણવત્તાયુક્ત રોજગાર તરફ વિદ્યાર્થીઓનો પ્રવાસ બહેતર બને તેની ખાતરી રાખશે.
લંડન વૈશ્વિક સ્તરે નંબર એક શહેર તરીકે સતત રેટિંગમાં આગળ છે અને બહુરાષ્ટ્રીય કંપની કાર્યાલયો અને યુરોપિયન વડામથકોનું ઘર છે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને શ્રેણીબદ્ધ અભ્યાસ પશ્ચાત કારકિર્દીની તકો પૂરી પાડે છે.
યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડની હડર્સફિલ્ડ બિઝનેસ સ્કૂલના ડીન અને પ્રો વાઈસ- ચાન્સેલર ઈન્ટરનેશનલ પ્રોફેસર અલીસ્ટેર સેમ્બેલે જણાવ્યું હતું, ‘‘યોર્કશાયરની અગ્રણી ટીઈએફ ગોલ્ડ- રેટેડ યુનિવર્સિટીમાંથી એક તરીકે અમે સંભવિત ભાવિ કંપનીઓના દ્વાર પર લંડનમાં અભ્યાસ કરવા માગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અમારી શીખવવાની ઉત્કૃષ્ટતા લાવવા ઉત્સુક છીએ. યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ 100થી વધુ ગેશોના 3500થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો વૈવિધ્યપૂર્ણ સમુદાય ધરાવે છે અને અમે અમારા નવા લંડન કેમ્પસમાંથી વધારાની તકો પૂરી પાડવા ઉત્સુક છીએ.”
પ્રોવોસ્ટ અને ચીફ એકેડેમિક ઓફિસર પ્રોફેસર એલીના રોડ્રિગ્ઝ- ફાલ્કને જણાવ્યું હતું કે, ‘‘શીખવવાની ગુણવત્તા અને ઉદ્યોગની કડીઓ માટે પ્રખ્યાત યુનિવર્સિટી દ્વારા સહ-તૈયાર કરાયેલા આધુનિક અભ્યાસક્રમમાં જોડેલી રોજગારક્ષમતા લંડનમાં અભ્યાસ કરવા માગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે રોમાંચક તક છે. વિદ્યાર્થીઓને તેમની ભાવિ કારકિર્દી માટે વિકસાવવા તે સ્ટડી ગ્રુપના હેતુનું હાર્દ છે. તે વિદ્યાર્થીઓએ જેની પર ભાર આપવાની જરૂર છે એવી કુશળતા અને શૈક્ષણિક પાત્રતા સાથે સુસજ્જ બનાવે છે. રોજગારક્ષમતાની વિચારધારા સાથે વૈશ્વિક કારકિર્દીની તકો અભિમુખ બનાવવી તે યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ- લંડન સાથે અમારી ભાગીદારીનું હાર્દ છે.
સ્ટડી ગ્રુપની યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ સાથે ભાગીદારી 2008માં શરૂ થઈ હતી, જે હડર્સફિલ્ડમાં યુનિવર્સિટીના સિટી સેન્ટર કેમ્પસ પર યુનિવર્સિટીના ઈન્ટરનેશનલ સ્ટડી સેન્ટરની સ્થાપના સાથે શર થઈ હતી સ્ટડી ગ્રુપે લંડનમાં અભ્યાસ કરવા માગનારા માટે ઉપલબ્ધ તકો વિસ્તારવા સાથે યોર્કશાયરમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું ચાલુ રાખ્યું છે.




