BHARUCH
અંકલેશ્વરના પાનોલીમાં તસ્કરોએ વીજ ટ્રાન્સફોર્મરને બનાવ્યું નિશાન
ઓઇલ સહિત રૂ.40 હજારના સામાનની ચોરી
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલા પાવર કંટ્રોલ ટેકનોલોજી કંપની પાસે વીજ ટ્રાન્સફોર્મરને નિશાન બનાવી તસ્કરો ઓઈલ મળી કુલ 40 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા .
અંકલેશ્વરમાં ફરી વીજ ટ્રાન્સફોર્મર ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલા પાવર કંટ્રોલ ટેકનોલોજી કંપની પાસે જલીલ પ્લાન્ટ કંપનીના વપરાશ માટે મુકેલ વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો વીજ ટ્રાન્સફોર્મર નીચેનો વાલ્વ ખોલી તેમાં રહેલ ઓઈલ મળી કુલ 40 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી તેને નુકશાન કરી ફરાર થઇ ગયા હતા. વીજ ટ્રાન્સફોર્મરની ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.