હાલોલ ખાતે શ્રીમદ્દ ભાગવત સત્સંગ મહોત્સવનો શુભારંભ કરાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૧૦.૨૦૨૪
શ્રી હાલોલ સ્ત્રી સમાજ,શ્રી વલ્લભ મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ શ્રીમદ્દ ભાગવત સત્સંગ મહોત્સવનો શનિવારના રોજ થી શાસ્ત્રોક્ત વિધિવત રીતે આરંભ થયો હતો.શ્રીમદ્દ ભાગવત સપ્તાહના આરંભ પૂર્વે નગરના મંદિર ફળીયા ખાતેથી શોભાયાત્રા નીકળી હતી.શોભાયાત્રામાં મોટી સંખ્યા માં વૈષ્ણવો જોડાયા હતા.હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ અયોધ્યા પુરી ગ્રાઉંડ ખાતે 5 થી 12 ઓક્ટોબર સુધી શ્રીમદ્દ ભાગવત સત્સંગ મહોત્સવ નું સુંદર આયોજન શ્રી હાલોલ સ્ત્રી સમાજ,શ્રી વલ્લભ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.જેને લઇ શનિવાર ના રોજ બપોરે 2.30 કલાકે શ્રીદ્વારકેશલાલજી મહોદયશ્રી પ.પૂ.ગોસ્વામી 108 વાગીશકુમાર મહોદયશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં હાલોલ નગર ની મધ્યમ આવેલ મંદિર ફળીયા સ્ત્રી સમાજ હોલ ખાતે થી સુશોભિત બગીમાં શ્રી ભાગવતજીની બિરાજમાન કરી વાગતે જાગતે ભજન કીર્તન કરતા શોભાયાત્રા કથા મંડપ તરફ પ્રયાણ કરી હતી.જેમાં શ્રી હાલોલ સ્ત્રી સમાજ, શ્રી વલ્લભ મંડળ ની બહેનો, હાલોલ નગર તેમજ આજુબાજુમાં રહેતા પુષિમાર્ગીય વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા.પુષ્ટિ સંપ્રદાયમાં હાલોલ ને છોટી કાંકરોલી નું બિરુદ આપવામાં આવ્યું છે.હાલોલ નગર માં વૈષ્ણવ સમાજ બોહળો છે. અને નગરમાં બે પુષ્ટિમાર્ગીય મંદિરો આવેલા છે.જેને લઇ વખતો વખત વૈષણવો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.જેમાં હાલોલ નગર ની ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિ કરતી શ્રી હાલોલ સ્ત્રી સમાજ, શ્રી વલ્લભ મંડળ દ્વારા શ્રીમદ્દ ભાગવત સત્સંગ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે,યોજવામાં આવેલ સપ્તાહ શ્રી મહાપ્રભુજીનાં 17 માં વંશજ સંસ્કૃત વિષયમાં માસ્ટર સુધી અભ્યાસ બાદ શ્રીમદ્દ ભાગવત ગીતા,શ્રીમદ્દ ભાગવત, ઉપનિષદ તથા વિદ્વધુતાની સાથે વક્તવ્યનો પણ ગુણ વિદ્યમાન વૈષ્ણવ સમાજ ના યુવા પ્રણેતામૂર્તિ આચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી ( કડી અમદાવાદ ) માં સ્વમૂખે સપ્તાહના પ્રથમ દિવસે શ્રીમદ્દ ભાગવતજી નું માહત્મ્ય રસપાન કરાવતા કથા મંડપ માં ભક્તિમય વાતાવરણ ફેલાઈ ગયું હતું. જેને લઇ હાલોલ નગર સહીત પંથકના વૈષ્ણવો ધન્ય બન્યા હતા.કથામાં શ્રીમદ્દ ભાગવત માહાત્મ્ય નૃસિંહ જન્મ કૃષ્ણ જન્મ નંદમહોત્સવ ગોવર્ધન પૂજા અન્નકૂટ રૂક્ષમણી વિવાહ વિગેરે વિષે તેનું માહત્મ્ય નું રસપાન કરાવશે રોજ કથા બાદ વિવિધ ધાર્મિક કાર્યકમો યોજાશે.જેને લઇ વૈષ્ણવો ને આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા સપ્તાહ નું આયોજન કરનાર મનોરથી શર્મિષ્ઠાબેન તલાટી વિનોદિનીબેન શાહ સ્ત્રી સમાજ હાલોલને ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.