BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા ગામના રહેવાસી અને નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ વિભાકર ગાંધીનું અવસાન 

ઝઘડિયા ગામના રહેવાસી અને નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ વિભાકર ગાંધીનું અવસાન

વિભાકર ગાંધી પ્રથમ ઝઘડિયા હાઈસ્કૂલ ખાતે શિક્ષક તરીકે નોકરી કરેલી અને ત્યારબાદ એલએલબી કરી વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી

 

ઝઘડિયા ગામના રહેવાસી અને નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ વિભાકર બાલુભાઈ ગાંધીનું ગત તા.૨૯.૯.૨૫ ને સોમવારના રોજ ઝઘડિયા ખાતે અવસાન થયું છે, વિભાકર ગાંધીએ તેમનું માધ્યમિક શાળા સુધીનું શિક્ષણ ઝઘડિયા ખાતે આવેલ દિવાન ધનજીશા હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યા બાદ તેમણે દીવાન ધનજીશા હાઈસ્કૂલમાં ટૂંક સમય માટે શિક્ષક તરીકે નોકરી કરેલી અને તે દરમિયાન તેમણે એલએલબી નો અભ્યાસ પૂર્ણ કરી ઝઘડિયા વકીલ મંડળ માંથી વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી, તે દરમિયાન તેઓ સિવિલ ક્રિમિનલ રેવન્યુ ને લગતા તમામ કેશો ચલાવતા હતા. આ દરમિયાન તેઓની ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રિન્સિપલ સિવિલ જજ તથા ફ.ક. મેજિસ્ટ્રેટ તરીકે પસંદગી થતા તેમણે જુયુડિસરીમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી, તે દરમિયાન તેમણે વિવિધ તબક્કે પ્રમોશન મેળવી સુરત ખાતે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ તરીકેની ફરજ બજાવેલી અને ત્યારબાદ વિવિધ સ્થળોએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ તરીકે ની ફરજ બજાવી હતી, તેઓ ગુજરાત સરકારના કાયદા વિભાગમાં કાયદાના સચિવ તરીકે તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા. તેઓ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયેલ અને નિવૃત્તિ બાદ પણ તેમણે ગુજરાત મહેસૂલી પંચમાં પણ તેમણે જજ તરીકે સારી રીતે નિષ્ઠાપૂર્વક અને નિષ્કલંક સેવા આપેલી હતી. વિભાકર ગાંધીના દીકરા મેહલભાઈ ગાંધી પણ વકીલ તરીકે ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હોય તેમની સાથે થોડો સમય રહી વતન ઝઘડિયા ખાતે રહેવા આવી ગયેલા અને જીવનના અંતિમ દિવસો તેમણે ઝઘડિયા ગામમાં જ વિતાવેલા, સને ૧૯૯૯ ની સાલમાં જ્યારે ઝઘડિયા ખાતે પ્રથમ નવનિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડિંગના ઉદઘાટન પ્રસંગમાં ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ રણજીતસિંહ પરમાર દ્વારા તેઓને આમંત્રણ પાઠવતા તેઓ આમંત્રણને માન આપી ઉદ્ઘાટન પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સ્વ વિભાકર ગાંધી ના અવસાનથી જયુડિસરી ને મોટી ખોટ પડી છે, તેઓના આત્માને પ્રભુ શાંતિ આપે અને તેઓના કુટુંબ ઉપર આવી પડેલી આપત્તિમાં પરિવારજનોને હિંમત આપે, ભગવાન તેમને આ સમયે દુખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે ઝઘડિયા વકીલ મંડળે તેઓને શ્રદ્ધાંજલિ આપી સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો

Back to top button
error: Content is protected !!