GARUDESHWARGUJARATNANDODNARMADA

નર્મદા : એકતાનગર ખાતે તા.૧૦ અને ૧૧ જુલાઈ દરમિયાન વાઈસ ચાન્સેલર્સની કોન્ફરન્સ યોજાશે

નર્મદા ટેન્ટ સિટી–૨, એકતાનગર ખાતે તા.૧૦ અને ૧૧ જુલાઈ દરમિયાન વાઈસ ચાન્સેલર્સની કોન્ફરન્સ યોજાશે

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

ભારતની વિવિધ સેન્ટ્રલ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર્સની બે દિવસીય મહત્વપૂર્ણ કોન્ફરન્સનું આયોજન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત નર્મદા ટેન્ટ સિટી–2 ખાતે કરવામાં આવ્યું છે. જેની પૂર્વ તૈયારી અને આયોજનના ભાગરૂપે વહીવટી સંકુલ એકતાનગર ખાતે અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયાએ કોન્ફરન્સમાં ઉપસ્થિત થનારા મહાનુભાવોના આગમન, રોકાણ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત વિવિધ આકર્ષણોની મુલાકાત માટેની વ્યવસ્થાઓ અંગે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી આગોતરૂં આયોજન કરી લેવા ઉપર ભાર મૂક્યો હતો.

 

નર્મદા ટેન્ટ સિટી–૨, એકતાનગર ખાતે તા.૧૦ અને ૧૧ જુલાઈના રોજ યોજાનારી બે દિવસીય કોન્ફરન્સનું મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણની ગુણવત્તા સુધારવા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–૨૦૨૦ હેઠળના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને દિશા નિર્ધારણ કરવું છે. આ કોન્ફરન્સ દરમિયાન ચાર વર્ષીય યુજી કાર્યક્રમ, આધુનિક અભ્યાસક્રમોનું અમલીકરણ અને સમજણ, ભવિષ્યનાં નોકરી ક્ષેત્રો મુજબ અભ્યાસક્રમોની રચના, ડિજિટલ એજ્યુકેશન, SWAYAM, AAPAR, ક્રેડિટ ટ્રાન્સફર, યુનિવર્સિટી ગવર્નન્સ સિસ્ટમ, ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને સામાવેશિતા, PM વિદ્યા લક્ષ્મી, એક રાષ્ટ્ર એક સબ્સ્ક્રિપ્શન, ભારતીય ભાષા અને જ્ઞાન પરંપરા, વિવિધ રિસર્ચ અને ઈનોવેશન, ANRF, PMRF અને Centres of Excellence, અંક અને માન્યતાપત્ર વ્યવસ્થા, ઈન્ટરપ્રિન્યોરશિપ, ફેકલ્ટી ડેવલપમેન્ટ, માલવીય મિશન શિક્ષક તાલીમ કાર્યક્રમ સહિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી, ડિજિટલ શિક્ષણ, ભાષાઓની સમૃદ્ધિ, સંશોધન અને ઇનોવેશન, તથા ભવિષ્યની નોકરીઓ માટે શિક્ષણની તૈયારીઓ જેવા વિષયો પર કેન્દ્રિત રહેશે.

Back to top button
error: Content is protected !!