MAHISAGARSANTRAMPUR

સંતરામપુર નગરપાલિકાના સફાઈ કામદાર ઉપર હુમલો.

સંતરામપુર નગરપાલિકાના સફાઈ કામદાર ઉપર હુમલો….

રિપોર્ટર… અમીન કોઠારી :- મહીસાગર

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર….

સંતરામપુર નગરમાં કોલેજ રોડ પર આવેલી મહંમદ સોસાયટી માં નગરપાલિકા ને આ વિસ્તારમાં રહેતા રહીશો ની સાફ સફાઈ કરવા માટે ની અવારનવાર ની રજૂઆત પ્રત્યે ધ્યાન અપાતા, સફાઈ કામદાર નાં સુપરવાઈઝર સફાઈ કામદારો ને લઈને આ મહંમદી સોસાયટી માં એક જ સ્થળ બાજુ સાફ સફાઈ કરતાં ને રોડ પરનું ધાસ પાવડા વડે ઉપાડતાં હતાં તેવામાં સાંજના સુમારે મહંમદી સોસાયટી માં રહેતા શાહરૂખ સલીમ શેખે આવીને ફરીયાદી રોહીત લક્ષ્મણ હરીજન ને કહેલ કે તમને અહીંયા કોને મોકલ્યા છે ને અહી એકલાં જ સાફસફાઈ કરો છો,…

 

હમારા ધરની આસપાસ તો સાફસફાઈ કરતાં નથી, ને તમો તો સાફસફાઈ કરવા આવતાં જ નથી તેમ બોલીને જાતિય અપમાન થાય તેવાં શબ્દો બોલી ‌ને સફાઈ કામદારો ની લાગણી દુભાય એમ તેમને અપમાનિત કરેલ, ગાળોબોલી ને જાન થી મારી નાખવાની ધમકીઓ આપેલ ને શાહરુખે ફરીયાદી રોહીત લક્ષ્મણ હરીજન પર ઉશ્કેરાઈ જઈ ને જાતિય અપમાનિત થાય તેવાં શબ્દો બોલી ‌ને ફરીયાદી નો શટૅ પકડી ને ખેંચતાણ કરીને ગાળા ગાળી કરી ને ઝાપટો મારેલ જેથી રોહિત ને બચાવવા સાહેદ નટવરભાઈ દોડી ગયેલ તો આરોપી જીલાની સલીમે નટવરભાઈ નો કોલર પકડી શટૅ ફાડી નાખી ને બંન્ને આરોપીઓ એ રોહિત તથા સાહેદો ને ગાળો બોલી ‌ને જાતિય અપમાન થાય તેવાં શબ્દો બોલી ‌ને છુટા પથ્થરો મારી ને ધાકધમકી આપીને ગુનો કરેલ હોઈ રોહિત લક્ષમણે સંતરામપુર પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે આરોપી ઓ વિરુદ્ધ ગુનો નોંધી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ને આ ગુના નાં આરોપીઓ ની ધરપકડ કરેલ છે.

Back to top button
error: Content is protected !!