Vichchhiya: વિંછીયા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
તા.૨૧/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Vichchhiya: વિંછીયા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને વિંછીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી.
બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે,” સરકાર દ્વારા ઈ-કે.વાય.સી.ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જે પરિવારોની આ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે, તેઓને જ સરકાર દ્વારા મળતા અનાજના લાભો મળશે, આયુષ્માન કાર્ડ, વૃધ્ધ પેન્શન, સહિતની યોજનાઓ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોચે તે દિશામા કાર્યરત રહેવા મંત્રીશ્રીએ જન પ્રતિનિધિશ્રીઓ અને અધિકારીશ્રીઓને ટકોર કરી હતી. આ ઉપરાંત ટી.બી.મુક્ત ભારત દેશ બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર કટિબદ્ધ છે ત્યારે કોઈ ગામમાં ટી.બી.ના દર્દી હોય તો તેમને યોગ્ય સારવાર અને સહાય મળે તે માટે ઝૂંબેશના ભાગરૂપે કામગીરી કરવા મંત્રીશ્રીએ ખાસ અપીલ કરી હતી.
બેઠકમા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નિતાબેન, તાલુકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, આગેવાનો, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.