GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુરના નાની સરસણ ગામે પ્રાંત ઓફિસરની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ

સંતરામપુર ના નાની સરસણ ગામે પ્રાંત ઓફિસરની ઉપસ્થિતિ માં રાત્રિ ગ્રામસભા યોજાઈ

👇નાની સરસણ ગામે યોજાઇ રાત્રી ગ્રામ સભા 👇
ડેપ્યુટી કલેકટર અને પ્રાંત ઓફિસર ભરવાડ ની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામ સભા યોજવામાં આવી.

રિપોર્ટર… અમીન કોઠારી. મહીસાગર

મામલતદાર પઠાણ તાલુકા વિકાસ અધિકારી પારગી એમ.જી.વી.સી.એલ.ના નાયબ કાયૅ પાલક ઇજનેર,ટી.પી.ઇ.ઓ.શ્રી એમ.એચ ખરાડી સહિત,વિસ્તરણ અધિકારી મનોજભાઇ પટેલ, આરોગ્ય અધિકારી સંતરામપુર, પી.આઇ, વિવિધ શાખાના અધિકારીઓ કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા.

 

મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા.
ખેતીવાડી, આરોગ્ય અને વિજળી વિભાગના અધિકારીઓ એ સરકારી યોજનાઓ ની વિસ્તૃત માહિતી આપી.વહીવટદારશ્રી કિશોરસિંહ રણા , તલાટી કમ મંત્રી શ્રી પારગીજી, રેવન્યુ તલાટી શ્રી હરેશભાઈ પટેલ દ્વારા ઉતમ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી.
સ્વાગત પ્રવચન શિવાભાઈ પટેલે કર્યુ.

ચાર નિવૃત કમૅયોગી સવૅશ્રી વિનુભાઈ પટેલ,સુખીબેન પટેલ, લાલાભાઇ વાળંદ અને લક્ષ્મણ ભાઇ ચંદાણાને સન્માન પત્ર અપૅણ કરી મંચસ્થ મહાનુભાવો દ્વારા અવિનાસ ટ્રસ્ટ નાની સરસણ વતી સન્માનિત કરવામાં આવ્યા.

ગ્રામ સભામાં ઉપસ્થિત કમૅચારીઓ
દ્વારા ઉકેલ ની દિશા માં જવાબ આપવામાં આવ્યા.
પ્રશ્ર્નો…
૧/ટી.સી. અપડેટ કરવા,વીજ પુરવઠો નિયમિત કરવો.
૨/જંગલી પ્રાણીઓ થી ભેલાણ અટકાવવા માટે ફેન્સિગ સુવિધા બાબત.
૩/પી.એચ.સી ના નવીન મકાન માટે
સ્થળ ફેરફાર ન કરવા બાબત
૪/દુધેળી ફળિયામાં મીની આંગણવાડી મંજૂર કરવા બાબત
૫/ફોરેસ્ટ કવાટસૅ જજૅરિત બિન ઉપયોગી હોઈ જમીન પંચાયત ને પરત કરવા બાબત
૬/હોમિયોપેથીક દવાખાના ના મકાન
બાંધકામ માં ગતિ લાવવા બાબત.
૭/ અંત્યેષ્ટિ સંસ્કાર ધામમાં નવો શેડ, વીજ લાઇન અને હવાડો બનાવવા બાબત
૮/વણકર ફળિયામાં જવા માટે ૩૦૦ મીટર ડામર રોડ બનાવવા બાબત.
૯/જાહેર રસ્તા નું દબાણ , પાણી,જાહેર રસ્તા પર કાઢવા બાબત
૧૦/પંચાયત ઘર ના ગોકળગાય ની ગતિએ થતા બાંધકામ બાબત
૧૧/સસ્તા અનાજની દુકાન નિયમિત રીતે ચલાવવા બાબત.
૧૨/પંચાયત ઘર થી પ્રા.શાળા સુધી બાળકની સુરક્ષા માટે બ્લોક લગાવવા બાબત.
૧૩/સોલાર સિસ્ટમ લગાવવા બાબત.
૧૪/આંગણવાડી નું નવું મકાન બનાવવા બાબત
૧૫/સાચા બીપીએલ લાભાર્થી નો લાભ બંધ થયેલ હોય તેને ચાલુ કરવા
ખોટા લાભાર્થી રદ કરવા બાબત
૧૬/ગામનું ઢોળતુ પાણી બંધ કરવા તથા શોષખાડા બનાવવા બાબત.
૧૭/ભિલોડીયા મહાદેવ…તળાવ સંકુલ વિકાસ બાબત.
૧૮/પશુ ઘોડી ફાળવવા બાબત
૧૯/હોમગાડૅ પોઇન્ટ ફાળવવા બાબત.આ ઉપરાંત અન્ય પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા.
ઉપરોક્ત સંકલિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા જેના લગત અધિકારી શ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે
તેવી ખાત્રી મળી.
મામલતદાર સાહેબ અનેપ્રાન્ત અધિકારી સાહેબ શ્રી દ્વારા કમૅચારીઓ ની નિયમિતતા, મધ્યાહન ભોજન,પ્રા.શાળા, આરોગ્ય સહિતના મુદ્દાઓ ની સમિક્ષા કરવામાં આવી.
કાયૅક્રમનુ સફળ સંચાલન શિવાભાઈ પટેલે કર્યું.

Back to top button
error: Content is protected !!