ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ – વિદેશી દારુ ૨,૨૭,૭૦૦ /- ના મુદ્દામાલ સાથે 2 આરોપી ને ઝડપી પાડતી વિદ્યાનગર પોલિસ

 

 

તાહિર મેમણ – આણંદ – 05/01/2026 – આણંદ – બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુની કવાટર તથા બીયરના ટીન ની હેરાફેરી કરતા બે ઈસમને કવાટર નંગ -૧૯૫ તથા બીયર નંગ-૧૬ સાથે દબોચી લેતી વિધ્યાનગર પોલીસ

વિધ્યાનગર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.આર.ગોહીલ નાઓની સુચનાથી વિધ્યાનગર પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તે દરમ્યાન અ.હે.કો. જકસીભાઇ લાલજીભાઇ તથા આ.પો.કો. ભરતભાઇ ભાનુભાઇ

નાઓને ખાનગી રાહે અંગત અને વિશ્વાસુ બાતમીદારથી મળેલ બાતમી આધારે મહેન્દ્રા એન્ડ્રુ મહેન્દ્રા કંપનીની બોલેરો જેનો રજી નંબર જી.જે-૨૫-એ-૧૭૩૦ ની લઇને આરોપી પ્રેમાભાઇ કનુભાઇ રાઠવા રહે- અંત્રોલી ખુદા પિપલા ફળીયુ પો.સ્-અંબાલા તા.જી-છોટાઉદેપુર નાને ભારતીય બનાવટના વિદેશી દારુના કવાટર નંગ – ૧૯૫ તથા બીયર નંગ-૧૬ સાથે પકડી પાડી ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો તથા ફોર વ્હીલ ગાડી તથા મોબાઈલ ફોન મળી કુલ્લે કિ.રૂ. ૨,૨૭,૭૦૦ /- ના મુદ્દામાલ સાથે પકડી પાડી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરેલ છે.સદર આરોપીને નામદાર કોર્ટમાં રજુ કરતા આરોપીના દિન -૧ ના રીમા મળતા રીમાન્ દરમ્યાન સહ આરોપી પકડવા માટે પો.અધિ.સા.આણંદની મંજુરી મેળવી છોટાઉદેપુર જીલ્લાના ઘોઘાદેવ ગામે થી સહ આરોપી લક્ષમણભાઇ લુલજીભાઇ રાઠવા રહે.ઘોઘાદેવ નાઓને પકડી પાડી કાયદેશર કાર્યવાહી કરવામાં આવેલ છે

તા.૦૫/૦૧/૨૦૨૬

 

મુદ્દામાલ

(૧) ભારતીય બનાવટની માઉન્ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી.ની ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓન્લીના માર્કાવાળી કંપની સીલબંધ

બીયરના ટીન નંગ-૧૬ જે એક નંગની કિંમત આશરે રૂપીયા-૨૦૦/- લેખે કુલ-૧૬ નંગની કિંમત આશરે રૂપીયા ૩,૨૦૦/- તથા ભારતીય

બનાવટની ગોવા વ્હીસ્ક્રી ૧૮૦ મી.લી.ની ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓન્લીના માર્કાવાળી કંપની સીલબંધ પ્લાસ્ટ્રીકના કવાટર નંગ-૧૯૫ જે

એક કવાટરની કિંમત આશરે રૂપીયા ૧૦૦/-

લેખે કુલ ૧૯૫ કવાટરની કિંમત રૂપીયા-૧૯,૫૦૦/-નો મુદ્દામાલ મળી કુલ પ્રોહી મુદ્દામાલ

રૂપીયા-૨૨,૭૦૦/- નો તથા એક વીવો કંપનીનો મોબાઇલ ફોન જેની કિંમત આશરે રૂપીયા-૫૦૦૦/- તથા એક બોલેરો ગાડી જેનો રજી.નં-

જીજે-૨૫-એ-૧૭૩૦ જેનો ચેચીસ નંબર -92E89622 એંજીન નં.GA94E48736જેની કિંમત આશરે રૂપીયા-૨,૦૦,૦૦૦/- ગણી કુલ

રૂપીયા ૨,૨૭,૭૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

 

પકડાયેલ આરોપીનુ નામ

(૧) પ્રેમાભાઇ કનુભાઇ રાઠવા રહે-અંત્રોલી ખુદા પિપલા ફળીયુ પો.સ્-અંબાલા તા.જી-છોટાઉદેપુર

(૨) લક્ષ્મણભાઇ લુલજીભાઇ રાઠવા રહે. ઘોઘાદેવ સરપંચ ફળીયા પાસે તા.જી.છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!