
વિજાપુર ફોરેસ્ટ આર એફ ઓ અધિકારી એ ઉતરાયણ પર્વ મા પક્ષી સારવાર ના કેમ્પો ની મુલાકાત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ફોરેસ્ટ ખાતાના આર.એફ.ઓ અધિકારી એલ એમ ચૌધરી તેમજ રજનીભાઈ પંચોલી ફોરેસ્ટ ની ટીમે તાલુકા મથકે ચાલતા પક્ષી બચાવો અભિયાન ચલાવતા જાયન્ટ્સ ગ્રુપ તેમજ ડ્રીમ ફાઉન્ડેશન તથા કર્તવ્ય ટ્રસ્ટ ના જીવદયા પ્રેમીઓ તથા પશુ દવાખાના ના વેટેનરી ઓફિસર્સ ને સાથે રાખી કેમ્પ મા ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરી હતી જે અંગે વન વિભાગ વિજાપુર દ્વારા તમામ કેમ્પ ના સ્થળોએ મુલાકાત કરવામાં આવી હતી. તેમજ જીવદયા પ્રેમીઓ ને સાથે આવેલ ડોકટર દ્વારા પક્ષીઓ ની સારવાર માટે માર્ગદર્શન કરી ઘાયલ પક્ષીઓ ની સારવાર કરી બતાવી હતી. જેમાં કર્તવ્ય ટ્રસ્ટ ના ટ્રસ્ટી મનીષા બેન તેમજ સંજય ભાઈ પટેલ દીપ જયદેવ ભાઈ બારોટ સહિત જીવદયા પ્રેમી ઓ ઉપસ્થિત રહ્યા હતા




