વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ખેરાલુ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ના મેડિકલ ઓફિસર ર્ડા ભાર્ગવ પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ ચોટિયા આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા આરોગ્ય કર્મચારી પ્રજ્ઞેશ પટેલ, નીલમબેન રબારી, સુરજબેન અને શાળાના શિક્ષકો, બાળકો જોડાયા હતા.પ્રાથમિક શાળા માં RKSK પ્રોગ્રામ અંતર્ગત બાળકોને તંદુરસ્તવૃદ્ધિ અને વિકાસ ભાવાત્મક અને માનસિક આરોગ્ય વિશે બાળકોને હેલ્થ એજ્યુકેશન તાલુકા સુપરવાઈઝર ડી કે પટેલ સાહેબ અને તાલુકા એચ. વી કપિલાબેન દ્વારા આપવામાં આવ્યું તેમજ બાળકોનામાં શારીરિક માનસિક થતા ફેરફારો વિશે હેલ્થ એજ્યુકેશન આપવામાં આવી તેમજ પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો.