GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત થકી ગોવિંદપુરા ગામ ખાતે ગ્રામસભા યોજાઇ

15માં નાણાંપંચ અંતર્ગત થયેલા કામોનો વિગતો રજૂ કરાઈ 37 જેટલા લોકો ઉપસ્થિત રહી યોજનાઓની માહીતી મેળવી

વિજાપુર ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત થકી ગોવિંદપુરા ગામ ખાતે ગ્રામસભા યોજાઇ
15માં નાણાંપંચ અંતર્ગત થયેલા કામોનો વિગતો રજૂ કરાઈ
37 જેટલા લોકો ઉપસ્થિત રહી યોજનાઓની માહીતી મેળવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતના ગોવિંદ્પુરા ગામ ખાતે સામાજીક ઓડિટ અંતર્ગત ગ્રામસભા યોજાઇ હતી.જેમાં તલાટી દિલીપ એ.પટેલ દ્વારા જિલ્લા સામાજીક ઓડિટર તેમજ તાલુકા પંચાયતમાંથી આવેલ વિવિધ યોજનાના પ્રતિનિધિઓ, સ્વાગત કરવામા આવ્યું હતુ. ત્યારબાદ જિલ્લા સમાજીક ઓડિટર તૃપલભાઈ કે. પટેલ દ્વારા યોજનાની અસરકારકતા બાબતે વિવિઘ યોજનાના લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળે છે કે નહિ? તેની પૂછપરછ તેમજ ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે યોજનાઓના લાભાર્થીઓની સ્થળ ચકાસણીની વિગતો રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા પંચાયતમાંથી આવેલ મનરેગા, પીએમએવાયજી, વિભાગમાંથી આવેલ પ્રતિનિધિઓ દ્વારા યોજનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તથા યોજનાનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવ્યું હતું. તેમજ તલાટી ગોવિંદ્પુરા જૂથ ગ્રામ પંચાયત દ્વારા 15માં નાણાંપંચ અંતર્ગત થયેલ કામોની વિગત રજૂ કરવામાં આવી હતી. તેમાં થયેલ ખર્ચ બાબતે જાણકારી આપવામાં આવી હતી.આ ગ્રામસભાનો મુખ્ય હેતુ વિવિધ યોજનાઓ નો લાભ લાભાર્થીઓ સુધી સચોટ રીતે પહોંચે છે કે નહી તેની ખાતરી કરવાનો હતો. તથા તમામ યોજનાઓનું સફળતાપૂર્વક સામાજીક ઓડિટ કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં કુલ ૩૭ લોકોએ યોજના અંતર્ગત લાભ લેવા માટે અંતર્ગત માહીતી મેળવી હતી ગ્રામજનો એ ઉપસ્થિત રહી ગ્રામસભાને સફળ બનાવી હતી.

Back to top button
error: Content is protected !!