ભાજપ દ્વારા નવીન સંગઠન ની કરેલી રચના મા ઠાકોર સમાજ ને થયેલ અન્યાય ને મુદ્દે વિજાપુર ક્ષત્રિય ઠાકોર સમાજના હોદેદારો તાલુકા જીલ્લા સદસ્યો સહિત ૧૦૪ જેટલા સક્રિય કાર્યકરો એ રાજીનામા આપ્યા

ભાજપ દ્વારા નવીન સંગઠન ની કરેલી રચના મા ઠાકોર સમાજ ને થયેલ અન્યાય ને મુદ્દે
વિજાપુર ક્ષત્રિય ઠાકોર સમાજના હોદેદારો તાલુકા જીલ્લા સદસ્યો સહિત ૧૦૪ જેટલા સક્રિય કાર્યકરો એ રાજીનામા આપ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા શહેર ભાજપ વિચાર ધારા ધરાવતા ક્ષત્રિય ઠાકોર સમાજ ની મિટિંગ શ્રી જોગણીમાતા ના મંદિરે બેઠક યોજાઇ હતી જેમાં તાલુકા શહેર ના ભાજપ ના વિવિધ હોદેદારો હોદા પર થી રાજીનામુ આપવા ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જીલ્લા પંચાયત ના શંકા બેન જીલ્લા સદસ્ય તેમજ
રણજીતસિંહ ઠાકોર (ડાભલા) તાલુકા પંચાયત સદસ્ય બળવંતસિંહ ફકીરજી (લાડોલ) ઉપ પ્રમુખ વિજાપુર તાલુકા ભાજપ ,ચંદનજી રેવાજી ઠાકોર ઉપ પ્રમુખ વિજાપુર તાલુકા ભાજપ, મોગાજી દાનાજી ઠાકોર
ઉપ પ્રમુખ મહેસાણા જિલ્લા ભાજપ કિસાન મોરચો,
અને બુથ સમિતિ, ચૌહાણ રણજીતસિંહ, મહેશજી ગાંડાજી ઠાકોર (ખરોડ)શક્તિ કેન્દ્ર ઈનચાર્જ ,ભરતજી કચરાજી(ગવાડા)શક્તિ કેન્દ્ર ઈનચાર્જ ,જયેશજી (મહાદેવપુરા)બુથ પ્રમુખ ,ગુલાબસિંહ ચૌહાણ ( રામપુરા)બુથ પ્રમુખ ,મનુજી ઠાકોર (લાડોલ) વગેરે ૧૦૪ થી વધારે સ્વૈચ્છિક સામુહિક રાજીનામા આપવામાં આવ્યા હતા . જેને લઇ સ્થાનીક રાજકારણ મા ભારે ગરમી ઊભી થવા પામી છે.જોકે હજુ પણ ભાજપ દ્વારા રચના કરાયેલ બુથ સમિતિ અને પેજ પ્રમુખ જેવા હોદાઓ ઉપરથી ૫૦૦ થી વધુ કાર્યકરો રાજીનામા આપે તેવો વરતારો ઊભો થવા પામ્યો છે. આ અંગે લડત ઇન્ચાર્જ મહેશ જી ઠાકોરે જણાવ્યું હતું. તાલુકા મા ઠાકોર સમાજ સૌથી મોટો સમાજ છે. જેમાં ભાજપ દ્વારા નવીન સંગઠન ની કરેલી રચના મા ક્ષત્રિય ઠાકોર સમાજ ના સક્રિય કાર્યકરો ને હોશિયા મા ધકેલી ઠાકોર સમાજ ના યુવા સક્રિય કાર્યકરો સાથે અન્યાય થઇ રહ્યો છે. આગામી દિવસો મા ભાજપ સંગઠન મા ઠાકોર સમાજની માંગ ધ્યાન મા નહિ લેવાય તો લડત ને મજબૂત કરી વિરોધ દર્શાવવા મા આવશે. હાલ માં ભાજપ ના વિચાર સાથે સંકળાયેલ ૧૦૪ જેટલા ક્ષત્રિય સમાજના ભાજપ પક્ષમાં સક્રિય કામ કરતા કાર્યકરો ના આપેલા રાજીનામા ને લઈ સ્થાનીક રાજકારણ ગરમાયું છે. આગામી પાલીકા અને પંચાયત ની ચૂંટણી ઉપર સીધી અસર પડશે તે નક્કી દેખાઈ રહ્યું છે.



