વિજાપુર પોલીસ મથકે દશેરા વિજયા દશમી ના તહેવાર નિમિતે શસ્ત્ર પૂજા કરાઇ
નવીન જૂના શસ્ત્રો ની પૂજા કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પોલીસ મથકે દશેરા વિજયા દશમી ના તહેવાર નિમિત્તે શસ્ત્રો ની પૂજા કરવામા આવી હતી. જેમાં અવનવા ટેકનિક ના શસ્ત્રો ની જાણકારી મેળવી હતી. આ પ્રસંગે પોલીસ અધિકારી વનરાજ સિંહ ચાવડા તેમજ પોલીસ સબ ઇન્સ્પકટર એ આર બારીયા તેમજ પી એસ આઈ સંજય ગીરી ગોસ્વામી તેમજ એલઆઇબી પોલીસ પરેશ ભાઈ સહિત શસ્ત્ર ધારી પોલીસ કર્મીઓ એ શ્લોક મંત્રોચાર વચ્ચે શસ્ત્રો ની પૂજા અર્ચના કરવા મા આવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા આજના દિવસે પ્રાર્થના કરી હતીકે સમગ્ર ગુજરાત પોલીસ ને ઈશ્વર એવી શક્તિ આપે કે કોઈ પણ જાતની તકલીફ આવે અને લોકોની સુરક્ષા ની જ્યારે જરૂરત પડે ત્યાર પોલીસ જવાન પોતાના ફરજ થી કદી નહિ ડગમગે એવા સમયે રાવણ રૂપી ગુનાખોરી ડામવા માટે પોલીસ ના કદમ મજબૂત બને તેવી પ્રાર્થના કરવા મા આવી હતી. પોલીસ સબ ઇન્સપેકટર એ આર બારીયા એ જણાવ્યું હતુ કે આજે વિજયા દશમી નો તહેવાર અધર્મ ઉપર ધર્મ ના વિજય રૂપે મનાવવા મા આવે છે. ત્યારે વિજાપુર પોલીસે ગુનાખોરી ઘટે રાવણ રૂપી ગુનાખોરી ઉપર વિજય પ્રાપ્ત તેવા ઈશ્વર ના આર્શીવાદ સાથે શસ્ત્રો નુ પૂજન કરવા મા આવ્યું હતુ. લોકોની સલામતી માટે અને રક્ષણ માટે ઊભેલી પોલીસ ના કદમ કોઈ દિવસ ડગમગે નહિ તેવા ઉદ્દેશ સાથે પ્રાર્થના કરી મહારાજ ના શ્લોક અને મંત્રોચાર સાથે આ શસ્ત્રો ની પૂજા કરવામાં આવી હતી.





