
વિજાપુર રામનગર કોટડી ગામે વાડા મા બાંધેલી રૂ. એકલાખ ની ભેંસ ચોરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રામનગર કોટડી ગામે વાડા મા બાંધેલ ભેંસ કોઈ અજાણ્યા ઇસમો લઈ જતા પશુપાલકે પોલીસ મથકે ભેંસ એક લાખની કિંમતની ચોરાઇ હોવાની પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રામનગર કોટડી ગામના પટેલ અંબાલાલ શંકરદાસ પટેલ તેઓ ખેતી અને પશુપાલન નો ધંધો કરે છે. ગત સોમવારે સાંજના તેઓએ વાડા મા બાંધેલ ગાયો અને ભેંસો ને ચારો ખવડાવી પરત ઘેર આવ્યા હતા. આજે સવારે વાડા મા જતા ગાયો ની વચ્ચે બાંધેલ કાળા કલર ની બીજા વેતર ભેંસ જણાઈ નહિ આવતા તેઓએ આસપાસ ના ખેતર માં શોધખોળ કરી હતી. ભેંસ ની કિંમત આશરે રૂપિયા એક લાખ ની ગણાતી હોઈ આ ભેંસ કોઈ અજાણ્યો પશુ ચોર ચોરી કરી લઈ ગયા હોવાની પોલીસ મથકે ફરીયાદ અંબાલાલ પટેલે નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




