GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર સાબરમતી નદી ઋષિવન ખાતે શિક્ષણ અધિકારીઓ નો અધિવેશન અને વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો.

વિજાપુર સાબરમતી નદી ઋષિવન ખાતે શિક્ષણ અધિકારીઓ નો અધિવેશન અને વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સાબરમતી નદી પાસે આવેલ તિરુપતિ ઋષિવન ખાતે મહેસાણા જિલ્લા આચાયૅ સંધ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને મહેસાણા ના સંયુક્ત ઉંપક્રમે આયોજિત શૈક્ષણિક અને વહિવટી અધિવેશન ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં એસ કે યુનિવર્સિટી ચેરમેન પ્રકાશભાઈ મુખ્ય મેહમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.જેમાં મહેસાણા જીલ્લા. બનાસકાંઠા જીલ્લાના શિક્ષણ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો અને જીલ્લા ના દરેક સ્કુલના આચાયૅ નુ શાલ મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ દ્વારા દરેક ને ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ના પાચં નીયમના શપથ લેવડાવ્યા હતા. અને ઉપસ્થિત જનો દ્વારા વૃક્ષા રોપણ કર્યું હતુ. દરેક આચાર્ય ને જીતુભાઇ દ્વારા સુચન કરવામાં આવ્યુ કે સ્કૂલમાં ભણાતા વિદ્યાર્થીઓને પયૉવરણ ના વિષય ઊપર વિશેષ ધ્યાન આપવુ અને વિદ્યાર્થી ઓને બાળ દત્તક વૃક્ષ માટે આગ્રહ કરવો જેથી બાળકો પોતાના ધર આગળ કે સોસાયટીના કોમન પ્લોટ કે બીજી અન્ય જગ્યા એ વૃક્ષ વાવીને એને ઊછેરી ને મોટુ કરે અને પયૉવરણ ની જાણવણી અંગે શિક્ષકો દ્વારા પર્યાવરણ વિષય ઉપર બાળકો ને વધુ ભાર મૂક્યો હતો.

Back to top button
error: Content is protected !!