GUJARAT

વિજાપુર સબજેલ જર્જરીત હાલત ના કારણે બંધ કરી કેદીઓને મેહસાણા સાબરમતી મા મૂકવા મા આવ્યા

વિજાપુર સબજેલ જર્જરીત હાલત ના કારણે બંધ કરી કેદીઓને મેહસાણા સાબરમતી મા મૂકવા મા આવ્યા
સ્થાનીક સબજેલ બંધ કરાઈ
સબજેલ ના કેદીઓ ના પરીવાર ઉપર ખર્ચા નુ ભારણ વકીલો ને કોર્ટે નો કીમતી સમય બગડતાં કેદીઓ માટે સ્થાનીક જગ્યાએ વૈકલ્પીક વ્યવસ્થા કરવા ની માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની સ્થાનીક સબજેલ ની હાલત જર્જરીત થતા સબજેલ ની તાલુકા મા વૈકલ્પિક વ્યવસ્થા કરવા ને બદલે તમામ કેદીઓ ને મેહસાણા સાબરમતી ની સબજેલ મા મોકલી આપવા મા આવ્યા છે. જેને લઇ સબજેલ મા મળવા આવતા સબજેલના કેદીઓ ના પરીવાર ને મળવા માટે આવવા જવા માટે હવે 90 કિલોમીટર નો અંતર કાપવા માટે મોટો ખર્ચો પડી રહ્યો છે. તો વકીલો ને પણ કોર્ટે નો પોતાનો કિંમતી સમય બગાડી વીપી સહિત ની કાર્યવાહી મા તકલીફો ઊભી થઈ છે. કેદી ની વી પી મા સહી લેવા કે કેદી ને છોડાવવા માટે નુ કોર્ટે નુ બીડું લઈ કોર્ટનો પોતાનો કીમતી સમય બગાડી ને તેઓને 90 કિલો મીટર સહીઓ લેવા જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જેને લઇ વકીલ મંડળ દ્વારા સબજેલ ના કેદીઓને સ્થાનીક જગ્યાએ લાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે ની તંત્ર સમક્ષ માંગ મૂકી છે. આ વકીલ મંડળ ના પ્રમુખ કૃણાલ પી બારોટ એડવોકેટે જણાવ્યું હતુકે તાલુકાની સ્થાનીક કક્ષાએ આવેલ સબજેલ નુ મકાન જર્જરીત હોવાને કારણે હાલમાં અહીંના કેદીઓ ને ટ્રાન્સફર કરી મેહસાણા અને સાબરમતી જેલમાં મૂકવા મા આવ્યા છે. અહી કિલો મીટર ની દૃષ્ટિ એ માણસા વસઇ લાડોલ વિજાપુર પોલીસ મથકે ના કેદીઓ ને સ્થાનીક વિજાપુર સબજેલ મા રાખવા મા આવતા હતા. કોર્ટે મા હાજર કરવા માટે પોલીસ નો અને વકીલો નો કોર્ટ કાર્યવાહી નો કીમતી સમય બચતો હતો. હવે સાબરમતી અને મેહસાણા ખાતે કેદીઓને ટ્રાન્સફર કરતા વકીલો ને વીપી તેમજ કાયદાકીય કાર્યવાહી કરવા લાંબે સુધી જવું પડે છે. જેમાં કેદીઓના પરીવાર ઉપર પણ ખર્ચા નો ભારણ વધે છે. અને વકીલો ને પણ કોર્ટે નો પોતાનો કિંમતી સમય બગડે છે. હાલમાં કેદી ઓ ને ટ્રાન્સફર કરી દેવા મા આવતા વકીલો ને કાયદાકીય કાર્યવાહી કરવા માટે ઘણી તકલીફ ઊભી થઈ છે. જેથી કેદીઓ ને સ્થાનીક જગ્યાએ લાવી સત્વરે વૈકલ્પિક જગ્યા એ મૂકવા માટે વકીલ મંડળ દ્વારા માંગણી કરવા મા આવી રહી છે.

Back to top button
error: Content is protected !!