GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર સાબરમતી નદીના કિનારે આવેલ ઋષિવન ખાતે ગ્લોબલ બ્રિગ્રેડ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષા રોપણ કરી કારગીલ શહીદવીરો ને શ્રદ્ધાંજલી આપી

વિજાપુર સાબરમતી નદીના કિનારે આવેલ ઋષિવન ખાતે ગ્લોબલ બ્રિગ્રેડ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષા રોપણ કરી કારગીલ શહીદવીરો ને શ્રદ્ધાંજલી આપી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સાબરમતી નદીના કિનારે આવેલ ઋષિવન ખાતે ગ્લોબલ બિગ્રેડ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષા રોપણ કરી કારગીલ માં શહીદ થયેલ વીરો ને વૃક્ષા રોપણ કરી શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી..ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક જીતુભાઇ દ્વારા વૃક્ષ રોપણ કરી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ જવાનોના દેશ માટે આપેલ બલિદાન યાદ કરી તેઓની શાંતી માટે વૃક્ષ નારાયણ દેવ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી.
જીતુભાઇએ સ્વામી સચિદાનંદજી સાથે કરેલ કારગિલ ની મુલાકાત ને વગોળતા જણાવ્યું હતુંકે લેહલદાક ઠંડીભરી કઠિન પરિસ્થિતિમા પણ આપણા દેશના વીર જવાનો ફરજ બજાવે છે.ત્યારે યુદ્ધમાં શહીદ થયેલ હજારો વીર શહીદોની શહાદતને ભુલાય તેમ નથી. શહીદો ની શહાદત ને નમન કરી આ વૃક્ષારોપણ કરવા માં આવ્યું છે. કારગિલ દિવસને કદી ભુલાય તેમ નથી એટલેજ આજે શુક્રવારે ઋષિવન ખાતે વૃક્ષા રોપણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રને સારૂ પર્યાવરણ આપવા એક અનોખો પ્રયાસ કરવા માં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!