
તા.૦૮.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરમાંથી પસાર થતી બી કેબીનની પાસે અપ રેલવે લાઈનની અડફેટે એક અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું
ગત તારીખ 1 સપ્ટેમ્બર ના રોજ દાહોદ શહેરમાંથી પસાર થતી બી કેબીનની પાસે અપ રેલવે લાઈનમાં કોઈપણ ટ્રેનની અડફેટે એક અજાણ્યો પુરુષ ઉંમર વર્ષ અંદાજે 40 વર્ષ ના ટ્રેનની અડફેટમાં આવી જતા અજાણ્યા વ્યક્તિને શરીરે ગંભીર જીવલી અને ઇજાઓ પહોંચી હતી જેને પગલે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જ્યાં મૃતક અજાણ્યા વ્યક્તિના મૃતદેહ નો કબજો લઈ મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે થવાના કરી દઈ આ સંબંધ રેલ્વે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે




