રાજ્યના બજેટમાં મકાન વિભાગના રસ્તાઓને “ગરવી ગુજરાત હાઈ સ્પીડ હાઇવે પ્રોજેકટ” તરીકે વિકસાવવા માટે સુચવેલ ૧૨ રસ્તાઓમાં વિજયનગરનો સમાવેશ
રાજ્યના બજેટમાં મકાન વિભાગના રસ્તાઓને “ગરવી ગુજરાત હાઈ સ્પીડ હાઇવે પ્રોજેકટ” તરીકે વિકસાવવા માટે સુચવેલ ૧૨ રસ્તાઓમાં વિજયનગરનો સમાવેશ
**
કુલ ૯૪૦ કરોડના ખર્ચે ૧૬૦ કી.મી લાંબા અમદાવાદ-હરસોલ-ગાંભોઇ-વિજયનગરના રસ્તાનો સમાવેશ
**
હાઈ સ્પીડ કોરી ડોર પ્રોજેકટ અંતર્ગત માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓ માટેના “ગરવી ગુજરાત હાઈ સ્પીડ હાઇવે પ્રોજેકટ” થકી સાબરકાંઠાને લાભ
***
માર્ગ અને મકાન વિભાગ માટે વર્ષ ૨૦૨૫-૨૬ અન્વયે કુલ રૂપિયા ૨૪,૭૦૫ કરોડની માતબર રકમની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જે વર્ષ ૨૦૦૦-૨૦૦૧ ની ફાળવણીથી ૪૫.૯૨ ગણું તથા ગત વર્ષ કરતાં ૧૧.૪૭% નો વધારો દર્શાવે છે. વિકસિત ગુજરાત@૨૦૪૭ ના ભાગરૂપે ગુજરાત અમૃતકાળ માટેના લક્ષ્યને સિધ્ધ કરવા છ મહત્વની નવી બાબતોનો બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે.જે મુજબ હાઈ સ્પીડ કોરી ડોર પ્રોજેકટ અંતર્ગત માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓને “ગરવી ગુજરાત હાઈ સ્પીડ હાઇવે પ્રોજેકટ” તરીકે વિકસાવવા માટે પ્રથમ તબકકામાં સુચવેલ ૧૨ રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં કુલ ૯૪૦ કરોડના ખર્ચે ૧૬૦ કી.મી લાંબા અમદાવાદ-હરસોલ-ગાંભોઇ-વિજયનગરનો સમાવેશ કરી સાબરકાંઠા જિલ્લાને પણ લાભાવિંત કરવામાં આવ્યો છે.“ગરવી ગુજરાત હાઈ સ્પીડ હાઇવે પ્રોજેકટ”ના નિર્માણથી સાબરકાંઠા જિલ્લા સહિતના મુસાફરીનો સમય અને બળતણનો વપરાશ ઘટશે તથા પેસેન્જર/કોમર્શિયલ વાહનોને ટ્રાફિકની સરળ અને સલામત અવરજવર પ્રદાન કરશે.લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો થશે.ટ્રાફિકની અવરજવર સરળ થતાં પરિવહન વધુ ઝડપી થવાથી ઓછા સમયમાંમાલ સામાનની હેરફેર થતાં લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને એકંદર કનેક્ટિવિટીમાં સુધારો થશે.વધુમાં“ગરવી ગુજરાત હાઈ સ્પીડ હાઇવે પ્રોજેકટ”ગુજરાત રાજ્ય તથા સમગ્ર દેશ માટે ગ્રોથ એન્જિન બનીને દેશનાં વિકાસમાં વધારે ભાગીદારી આપશે. આહાઈસ્પીડ પ્રોજેકટ તેમજ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ થકી આસપાસના વિસ્તારોના આર્થિક વિકાસ તથા વેપાર-ઉધોગને પ્રોત્સાહન મળશે અને મહત્વના શહેરોને ત્વરિત જોડાણ પ્રાપ્ત થશે.
જયંતિ પરમાર સાબરકાંઠા