AHAVADANGGUJARAT

વઘઇ અને કાલીબેલ ગામે ગ્રામ્ય માર્ગોનું ખાતમુહર્ત કરતાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

*ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અંતરિયાળ ગ્રામ્ય માર્ગોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતાં શ્રી વિજયભાઈ પટેલ*

*રૂપિયા ૯૦૮ લાખના ખર્ચે નિર્માણ થનાર ૧૨ રોડ અને સ્ટ્ર્કચર રીપેરીંગ માટે કુલ રૂ. ૩૨૧ લાખના ૭ કામોનું ખાતમુહર્ત કરાયું :*

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા કાલીબેલ તેમજ વઘઇ ગામે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા હસ્તકના વઘઇ તાલુકાના કુલ રૂપિયા ૯૦૮ લાખના ખર્ચે નિર્માણ થનાર ૧૨ રોડ અને સ્ટ્ર્કચર રીપેરીંગ માટે કુલ રૂ. ૩૨૧ લાખના ખર્ચે નિર્માણ થનાર ૭ કામોનું ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો હતો.ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના નવિનિકરણના શ્રુંખલાબધ્ધ કાર્યક્રમો ઉપરાંત પણ હજી બાકી રહી જતાં અંતરિયાળ માર્ગોનું કામ, રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા માટે પ્રતિબધ્ધ છે તેમ નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતું. સાથે જ રાજ્યની સંવેદનશીલ સરકાર લોકોની માંગણીને ધ્યાને રાખી છેવાડાના લોકો સુધી વિકાસ પહોચાડવા પ્રતિબ્ધ્ધ છે તેમ જણાવી શ્રી વિજયભાઇ પટેલે ડાંગ જિલ્લામાં થઈ રહેલા સર્વાગિણ વિકાસનો ખ્યાલ આપ્યો હતો અને સૌના સહિયારા પ્રયાસો અને સાથ સહયોગથી ડાંગની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી. ઉપરાંત વર્તમાન સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે તેમ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં પાણી સમસ્યા હલ કરવા માટે તાપી આધારિત ૮૬૬ કરોડની યોજના પ્રગતીમાં છે, તેમજ તાજેતરમાં જ સરકાર દ્વારા આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં રૂ.૪૨.૭૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ કુલ ૭ વિયરનો લોકાર્પણ અને ઘોઘલી ઘાટમાં રૂ. ૫૭.૪૭ કરોડના ખર્ચે તૈયાર થનાર કુલ ૫ વિયરોનું લોકાર્પણ કરાયું છે. સાથે જ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૮, વઘઇ તાલુકામાં ૧૨, અને સુબીર તાલુકામાં ૮ એમ કુલ ૨૮ ચેકડેમો રૂ.૨૯.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ચેકડેમના કામોનું ખાતમુહર્ત પણ કરાયું છે તેમ શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું. આજરોજ પંચાયત માર્ગ અને મકાન વિભાગ, આહવા-ડાંગ હસ્તકના ખાતમુહૂર્ત કરવામાં આવેલ રસ્તાઓમાં (૧) કાલીબેલ બરડીપાડા રોડ, જેની વહીવટી મંજૂરીની રકમ રૂ.૧૨૬૨ લાખ, (૨) કાલીબેલ વીરોડ.એ, જેની વહીવટી મંજૂરીની રકમ રૂ.૧૬ લાખ, (૩) કાલીબેલ વી.એ. રોડ, જેની વહીવટી મંજૂરીની રકમ રૂ.૫૫ લાખ, (૪) ભાલખેત વીરોડ.એ, જેની વહીવટી મંજૂરીની રકમ રૂ.૧૬ લાખ, (૫) માછળી ચીખલા દિવડીયાવન રોડ, જેની વહીવટી મંજૂરીની રકમ રૂ.૧૫૦ લાખ, (૬) ખાતળ ફાટક ટુ ઘોડી રોડ, જેની વહીવટી મંજૂરીની રકમ રૂ.૨૧૦ લાખ, (૭) મેઇન રોડ ટુ ગીરા રોડ જેની વહીવટી મંજૂરીની રકમ રૂ.૧૧૫ લાખ, (૮) ડુંગરડા વી.એ. રોડ, જેની વહીવટી મંજૂરીની રકમ રૂ.૨૧ લાખ, (૯) વઘઇ કોલોની રોડ, જેની વહીવટી મંજૂરીની રકમ રૂ.૧૦૦ લાખ, (૧૦) વાઈંડનીંગ અને સ્ટ્રેંન્થનીંગ ગીરધોધ એપ્રોચ રોડ, જેની વહીવટી મંજૂરીની રકમ રૂ.૧૪૦ લાખ, (૧૧) બારખાધ્યા ચિકાર ફળિયા રોડ, જેની વહીવટી મંજૂરીની રકમ રૂ.૩૮ લાખ, (૧૨) સાદડમાળ વી.એ. રોડ, જેની વહીવટી મંજૂરીની રકમ રૂ.૪૦ લાખ, તેમજ સ્ટ્રકચર રિપેરીંગ માટેના કામોમાં (૧) કાલીબેલ પાંઢરમાળ વાંકન રોડ, રીપેરીંગની રકમ રૂ. ૪૮ લાખ, (૨) પાતળી ગોદડીયા, રીપેરીંગની રકમ રૂ. ૪૬ લાખ, (૩) ભેંસકાત્રી આસરીયા ફળિયા જુનો રોડ, રીપેરીંગની રકમ રૂ. ૫૮ લાખ, (૪) ભેંસકાત્રી કાકરડા ભોંગડીયા એન્જીપાડા રોડ, રીપેરીંગની રકમ રૂ. ૨૮ લાખ, (૫) નિચલા ફળિયા કોયલીપાડા રોડ, રીપેરીંગની રકમ રૂ. ૨૪ લાખ, (૬) વઘઇ દોડીપાડા દગડીઆંબા ભેંડમાળ રોડ, રીપેરીંગની રકમ રૂ. ૬૨ લાખ, (૭) ચિકાર ઘોઘલપાડા કુશમાળ રોડ, રીપેરીંગની રકમ રૂ. ૫૫ લાખ,    આમ આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના હસ્તે કાલીબેલ તેમજ વઘઇ ખાતે ગ્રામ્ય માર્ગોના જે કુલ રૂપિયા ૯૦૮ લાખ અને સ્ટ્ર્કચર રીપેરીંગ માટે કુલ રૂ. ૩૨૧ લાખના ખર્ચે નિર્માણ થનાર કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!