GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીના હસ્તે રાજકોટ જિલ્લાની “વિકાસ વાટિકા-૨૦૨૪”નું લોકાર્પણ કરાયું

તા.૨૦/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: જિલ્લા સમાહર્તા શ્રી પ્રભવ જોશીના હસ્તે જિલ્લાની એક વર્ષની વિકાસ ગાથાઓને દર્શાવતી જિલ્લા વિકાસ વાટિકા-૨૦૨૪ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકામાં રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાનમાં થયેલ વિકાસના વિવિધ આયામોને દર્શાવવામાં આવ્યા છે.

આ વિકાસ વાટિકાનું નિર્માણ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેશભાઇ મોડાસીયાના નિર્દેશન તથા નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંત ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સહાયક માહિતી નિયામક સર્વશ્રીઓ સોનલબેન જોષીપુરા, પ્રિયંકાબેન પરમાર તથા રાધિકાબેન વ્યાસની રાહબરી હેઠળ માહિતી કચેરીના કર્મચારીઓની જહેમતથી કરવામાં આવ્યું છે. આ વિમોચન પ્રસંગે અધિક નિવાસી કલેકટરશ્રી એ.કે.ગૌતમ તથા પ્રાદેશિક માહિતી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!