વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા.6 એપ્રિલ : રતાડીયાના ગણેશ નગરી ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરે શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ 30/03/25 થી 07/04/2025 દરમ્યાન કરવામાં આવ્યું હતું. ભાગવતાચાર્ય ધીરજભાઈ કે. જોશીએ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવ્યુ હતું. સાથે સાથે સાધુ સંતોની પણ હાજરી રહી હતી.
કથા દરમ્યાન વિવિધ મંગલ પ્રસંગો ઉજ્વવવામાં આવ્યા હતા જેમાં તુલસી વિવાહ પ્રસંગમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને જાણે સાચા જ લગ્ન હોય એવો માહોલ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
કથાનું સંપૂર્ણ આયોજન રામા જગમાલ મોરડાવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કથામાં ગામના તમામ સમાજના પરિવારે સેવા સાથે શ્રવણનો લાભ લીધો હતો.