મહેસાણા તાલુકા પંચાયતોની અલગ અલગ દરેક શાખાઓની સાફ-સફાઈ કરવામાં આવી
સ્વચ્છતા હિ સેવા
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,મહેસાણા
આજ રોજ તા.૨૧/૧૦/૨૦૨૪ નાં રોજ “સ્વચ્છતા હિ સેવા -૨૦૨૪ “અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત મહેસાણા જિલ્લા ની વિવિધ પંચાયતોમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી
આજરોજ મહેસાણા તાલુકા પંચાયતની અલગ અલગ દરેક શાખાઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણસિપુર ગ્રામ પંચાયત ની સફાઈ કરવામાં આવી તેમજ રેકોર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી.
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના વાવ ગામે ગ્રામ પંચાયતની સફાઈ કરવામાં આવી,વડનગર તાલુકાના કહિપુર ગ્રામ પંચાયત માં રેકોર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી. વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત ની સફાઈ કરવામાં આવી તેમજ રેકોર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી. કડી તાલુકાના મેડા આદરજ ગામે આંગણવાડીમાં સાફ સફાઇ ની કામગીરી કરવામાં આવી હતી.
૧૭ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી દેશ વ્યાપી “ સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં આ સ્વચ્છતા અભિયાન ૧૭ સપ્ટેમ્બર થી શરૂ કરીને ૩૧મી ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જન્મ જયંતિ સુધી યોજાવાનું છે. જે અન્વયે મહેસાણા જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જન ભાગીદારીથી સ્વચ્છતા સફાઈનું જનઅભિયાન ચાલી રહ્યું છે.