NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી આયુર્વેદ શાખા દ્વારા વાંસદાના રૂપવેલ ગામ ખાતે ઔષધિય વનસ્પતિ ઉદ્યાન ખાતે ધન્વંતરિ પૂજન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ  હેઠળના નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ નવસારી આયુર્વેદ શાખા દ્વારા સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન રૂપવેલ ખાતે ૯માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ( ધન્વંતરી દિવસની) ઉજવણી અંતર્ગત  વાંસદા તાલુકાના ઔષધિય વનસ્પતિ ઉદ્યાન – રૂપવેલ ખાતે ધન્વંતરિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો . કાર્યક્રમમાં ઔષધીય વનસ્પતિ પ્રદર્શન સાથે વિવિધ ઔષધીઓમાંથી બનાવેલ પ્રાકૃતિક પીણાંનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું .ધન્વંતરી દિવસની ઉજવણી અને મહત્વ વિશે વિસ્તૃત માહિતી જિલ્લા આયુર્વેદ અધિકારી નયનાબેન પટેલ દ્વારા લોકોને આપવામાં આવી હતી સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો દ્વારા ઔષધીય વનસ્પતિ ખેતીની ઉપયોગીતા સંદર્ભે ઔષધીય બીજનું પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નિષ્ણાંત અનુભવી વૈદ્ય દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં દર્દીઓને સ્થળ પર જ નિદાન કરી વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી જેનો ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. આ કાર્યક્રમ માં તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, રૂપવેલ ગામના સરપંચ શ્રી નિતેશભાઈ, હરિયાળી ગ્રુપ બીલીમોરાના પ્રમુખશ્રી દીપેશ ભાઈ પટેલ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્ર, તેમજ ગ્રામજનો  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!