Navsari: ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રૂમલા મુકામે વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સમગ્ર રાજ્યમાં તા. ૦૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત રવિવારે ચીખલી તાલુકાના રૂમલા ગામે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગ્રામજનોએ વિકાસરથનું ઉત્સાહભેર સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે લોકોને પ્રેરક માર્ગદર્શન આપી વિકાસની વાત રજૂ કરી હતી અને લોકોને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અપિલ કરી હતી. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ગામે ગામ “વિકાસ રથ” ભ્રમણ કરશે અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરશે.
આ કાર્યક્રમ દરમિયાન શોર્ટફિલ્મ દ્વારા ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ વિશે માહિતી મેળવી હતી અને લોકોને પ્રસાર સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આપણે સૌએ સાથે મળીને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઇને વિકસીત ભારતના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે ગણદેવી તાલુકા વિકાસ અધિકારી ચેતન દેસાઇ , સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ વિભાગોના સ્થાનિક અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.