માહિતી કચેરીઓની અનેરી સંવાદિતતા….જિલ્લાથી રાજ્ય સ્તર સુધી અકબંધ
તંદુરસ્ત માહિતી અને સમાચારો તેમજ વિવિધ જાહેરાતોથી માધ્યમોમાં તંદુરસ્ત સંતુલન સચવાય છે-થેંક્સ ટુ ઇન્ફ.ડીપા.
જામનગર (ભરત ભોગાયતા)
અમુક સંવાદો જોઇએ(આમ તો સંવાદ સાંભળવાના હોય પરંતુ લેખન હોઇ નજર નાખીએ)તો……….
“સરકારે નવી યોજના બહાર પાડી,વાંચ્યુ?”…”ફલાણી યોજનાના ફોર્મ ભરાય છે,ખબર છે?” “મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ છે,અરજી સમયસર કરી દો તમારા પ્રશ્ર્નનો ઉકેલ આવી જશે” “સેવાસેતુ છે હો,બધા દાખલા એક જ જગ્યાએ ,આપણે નોખી નોખી ઓફીસ નહી જવુ પડે” “વાંચ્યુ?શું? રમત ગમત સ્પર્ધા છે,આપણા છોકરાવને ભાગ લેવડાવવાનો છે હોં” “ખેતીના પાક માટે સરકારે સરસ વિગતો જાહેર કરી છે આપણા ભાઇને જાણ કરીએ ચાલો”, “ખેતીના પાકમાં રોગ આવે છે તેના ઉપાય છાપામાં આવ્યા છે” “પશુઓ માટે રસી મુકવા આવશે ને પશુ નિદાન કેમ્પ આપણા ગામ માં છે” કલેક્ટર સાયબે ફલાણી મીટીંગ કરી તાકીદ કરી કે જન સુવિધાના કામ ઝડપી કરો” આપણા મીનીસ્ટરે મીટીંગ કરી વિજળી નિયમીત આપવા સુચના આપી” “આપણા વિસ્તારમાં પ્રવાસ સ્થળ વધ્યા ,જાણ્યુ? ને કેટલાય ગામો માં વિકાસ કામ મંજુર થયા” ” ઓલી સબસીડીની ને શિષ્યવૃતિની ને સન્માન નિધીની ને લોનની આપણે વાત કરતા તા ઇ જાહેર થઇ એવુ છાપામાં આવ્યુ છે” “કઇ સીઝનમાં ક્યા પાક માટે વાવણી કરવી”,”રોજગાર મેળો છે”, “મધ્યાહન ભોજન યોજનામાં ભરતી” “રોજગાર મેળો યોજાશે”, ” ફરીયાદ નિવારણ થશે” “…….યોજના મુદત લંબાવાઇ”, તેમજ છાપામાં આખુ પેજ “આયુષમાન કાર્ડ યોજના” “મહિલા સશક્તિકરણ” “કૌશલ્ય વર્ધન” “સેવા સેતુ” “આવાસ-જલ-માર્ગ પરીવહન-શિક્ષણ સુવિધા શિષ્યવૃતિ-રેલવે-માર્ગ વાહન વ્યવહાર-વિકાસકામો-બાળ આરોગ્ય………” ……..વગેરે….વગેરે…..વગેરે…..આવુ ઘણુ ….હા ઘણુ…..અને અહીં ખાતમુહુર્ત….ત્યાં લોકાર્પણ…..જ્યા માનવી ત્યાં વિકાસ…..જેવી અગણીત બાબતો વર્ષભર અખબારો,ટીવી,ડીજીટલ મીડીયા,રેડીયો,લોકડાયરા,શેરીનાટક વગેરે દ્વારા જાણવા મળે છે ,તે જાણકારી-માહિતી-સમાચાર જુદી જુદી પ્રેસનોટ,જુદા જુદા ખાસ લેખ દ્વારા મળે છે,જુદી જુદી જાહેરાતો. દ્વારા જાણવા મળે છે …આ બધાની સાથે “રોજગાર” મેગેઝીન, ” ગુજરાત ” મેગેઝીન,કારકીર્દી વિશેષાંક,ગુજરાત મેગેઝીનના દીપોત્સવી અંક ,જિલ્લા કક્ષાએ “વિકાસ વાટીકા” ના પ્રકાશન દ્વારા ઘણી જાણકારી મળે છે તે દરેકના પ્રકાશન બાદમાં ખુણે ખુણે સુધી વિતરણ થાય છે.
….આ રીતે સરકારી અનેક જાણકારીના ખજાના સમાન માહિતીઓ પાછળ કોની જહેમત છે??? તેમજ આટલા સ્પષ્ટ, સુંદર,તરત સમજાય તેવા સરળ અને વિષય મુજબ ટુંકા કે વિસ્તૃત અહેવાલો,અવિરત કોણ બનાવે છે?
એ ક્યો વિભાગ છે કે જે પ્રત્યક્ષ રીતે કોઇ બહોળા પબ્લીક ડીલીંગ સાથે સંકળાયેલ નથી,છતાંય હજ્જારો,લાખો વાંચકો-વ્યુઅર્સ સાથે પરોક્ષ રીતે જોડાયેલા છે ,જેમનું કામ બોલે છે પરંતુ એ વિભાગના કોઇ વ્યક્તિ નથી બોલતા કે આ કામ મારૂ છે. વળી મુખ્યમંત્રી પાસે જે વિભાગનો પોર્ટફોલીઓ રહે છે અને સરકારને સંપુર્ણ સમર્પિત એવો એક વિભાગ છે જે અગણીત સરકારી માહિતી લોકો સુધી પહોંચાડવા અધીકારીઓ અને કર્મચારીઓ સખત જહેમત ઉઠાવે છે અને રાજ્યના દરેક અખબાર સહિત સમાચાર માધ્યમોને આ માહિતીઓ પહોંચાડે છે
આ વિભાગ છે ગુજરાત સરકારનો માહિતી વિભાગ, રાજ્ય કક્ષાએ માહિતી નિયામકના વડપણ હેઠળ અને તેઓના ઉપરી અધીકારીઓ એવા માહિતી સચીવ તેમજ માહિતી કમીશનરની દેખરેખ નીચે તેમજ મુખ્યમંત્રીના પ્રચાર પ્રસાર સેક્રેટરીઓના સૂચનો તેમજ ખુદ મુખ્યમંત્રી પણ અમુક કેમ્પેઇન માટે સઘન પ્રચાર પ્રસાર કરવા કહે છે અને આ દરેક મુદાને કાર્યશૈલીમાં આવરી લઇ સુંદર રીતે તેમના વર્ક પ્રોફાઇલને વળગી રહી માહિતી વિભાગ દરેક સ્તરે અવિરત કાર્યરત …..રહે છે……નથી કહેતા કે…..અહર્નિશ સેવામહે…ની જેમ કાર્યરત છે
તેવીજ રીતે લોકો સુધી યોજનાઓ,સેવાઓ,વિકાસ કામો,જાણકારીઓ વગેરે માટેની જહેમત દરેક જિલ્લા કક્ષાએ જિલ્લા માહિતી કચેરીની,દરેક પેટા કચેરીઓની અને આ કચેરીના અધીકારીઓ, સમાચાર શાખાઓ,કવરેજ કરનાર-અહેવાલ બનાવનાર,ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરનારની,આ અહેવાલો ટેકનોલોજીના માધ્યમથી દરેક પ્રકાશન સુધી પહોંચાડનારની,આ ટીમ વર્ક આધારીત કાર્યવાહીઓ છે ,એક અહેવાલ પાછળ કવરેજ કરી લખનારની,તે સ્થળે જઇ વિગત મેળવી મુદા ટપકાવી કી પોઇન્ટ ઉપર ભાર દેવાનુ યાદ રાખવાની,કચેરીએ પરત આવીને તે લખવાની, લખી ને જિલ્લા અધીકારી કે ઉપલા અધીકારી કારી કે સિનીયર જેઓ આ અહેવાલને વધુ રસદાર અને વધુ જીવંત બનાવે છે માટે તેઓની પાસે ચેક કરાવવાની-એપ્રુવ કરાવવાની તે અપલોડ કરવાની…..અને આ બધુ જ સરકારની પ્રવર્તમાન નિતી ધ્યાને રાખી-કેન્દ્રમાં રાખીને કરવાની જવાબદારી જિલ્લા માહિતી કચેરીના જુદા જુદા સ્ટાફ કરતા હોય છે તે સમજણ અને આવડતનો સમન્વય છે અને તેઓ આ સમન્વય અવિરત કરતા હોય છે અને સાથે સાથે સવારે વહેલુ સાંજે મોડે સુધી કોકવાર રાત્રે કોકવાર રજાઓમાં કામ કરવાની તૈયારી સાથે દરેક સ્તરે માહિતી કચેરીઓના સ્ટાફની ખાસ કરીને સમાચાર વિભાગની કામગીરી કાબીલે દાદ હોય છે,ફરજ બજાવવી એક વાત છે,તે ફરજમાં પ્રાણ પુરવા તે બીજી વાત છે, વર્કને એન્જોય કરવુ હોય તો તે વર્કને પોતાનું ગણી અપનાવીએ તો ભાર ન લાગે હળવા ફુલ લાગીએ કેમકે દરેક કામ ઉર્જા આપતુ રહે છે,નવુ નવુ શીખવાડે છે…….આવા અનેક સદગુણો સાથે માહિતી કચેરીઓમાં કાર્યરત કર્મયોગીઓની પીઠ થપથપાવવી,તેમને બિરદાવવા તે તેઓ માટે નહી આપણા માટે સારા ઓબઝર્વેશનની બાબત છે
કેમકે જામનગર જીલ્લા માહિતી કચેરી,દેવભૂમિ દ્વારકા જીલ્લા માહિતી કચેરી,મોરબી જીલ્લા માહિતી કચેરી,રાજકોટ જીલ્લા માહિતી કચેરી સાથે સાથે પ્રાદેશીક માહિતી કચેરી-રાજકોટ જે સૌરાષ્ટ્ર-કચ્છની માહિતી કચેરીઓની કામગીરી નિરીક્ષણ કરે,
આવી જ રીતે રાજ્યભરના દરેક જીલ્લાઓની માહિતી કચેરીઓ લગત પ્રાદેશીક કચેરીઓ ગાંધીનગર સ્થિત વડી કચેરીઓ, વિવિધ કામગીરીઓ સાથે માધ્યમો અને પત્રકારોને જરૂરી માર્ગદર્શન આપે,જરૂરી સુચનાઓ આપે,પ્રશ્ર્નો ના નિરાકરણ કરે , સરકારના ખાસ અભિયાન-ખાસ ઝુંબેશ વગેરે અંગે સૂચિત કરે છે તો ગાંધીનગર સ્થિત રાજ્ય કક્ષાની માહિતી કચેરીના નિયામક,અધીક નિયામક,નાયબ નિયામક(વિભાગ વાર) અને તેમના સ્ટાફ જિલ્લા કક્ષાએ નાયબ નિયામક,સહાયક માહિતી નિયામક તેમના સ્ટાફ ……..આ સૌ ની કામગીરી નુ વારંવાર અવલોકન કરતા કરતા એ જાણી શકાય છે કે સરકારના આ વિભાગના મુલ્યાંકન માટેની આપણી ક્ષમતા ન ગણાય છતાય એક પ્રયાસના ભાગરૂપે તટસ્થ રીતે જોઇએ તો દરેક સ્ટાફ અને દરેક અધીકારી પોતાની ફરજ અને સતાના દાયરામાં રહી એવા કાર્યરત હોય છે કે તેઓને સૌ ને ખરા અર્થમાં “કર્મયોગી” કહી શકાય અને બીજી મહત્વની વાત એ છે કે પ્રસંશાની અપેક્ષા વગર ,નામની ઇચ્છા વગર છે……..ક ગાંધીનગરથી છેવાડાના જીલ્લા સુધી માહિતી કચેરીની એકસુત્રતા જોવા મળે છે તેમજ જે યુનિફોર્માલીટી,ચોક્કસ બંધારણના પાલન,ચોક્કસ પ્રફોર્મા-ફોર્મેટ…. ….આઉટપુટ અથવા તો નોંધપાત્ર પ્રોડક્ટીવીટી વીથ પ્રફોર્મા…….વગેરે ઘણું બધુ જોવા મળે છે તે આ વિભાગની આગવી વિશેષતા છે,નહિતર એક મીટીંગ થાય તો પણ અમુક સરકારી વિભાગનો તો આગ્રહ હોય કે ફલાણા, ઢીકળા,લોકડા વગેરે ઉપસ્થિત હતા તે લખજો નામ રહી ન જાય…..!!! અમુક વિભાગતો તેના રાજ્ય કક્ષાના વડાથી શરૂ કરે……નામ લખાવવાની……અને માહિતી કચેરી દરેક સરકારી વિભાગોનું કવરેજ કરે છે તો એમ તો નથી લખતા કે રાજ્ય સરકારના માહિતી નિયામકની સુચનાથી વડી કચેરીના વિભાગવાર ,અધીક નિયામક,સંયુક્ત નિયામક, નાયબ નિયામકો ના માર્ગદર્શન હેઠળ -પ્રાદેશીક નિયામક-નાયબ નિયામક-સહાયક નિયામકની દેખરેખ હેઠળ આ પ્રેસનોટ-અહેવાલ આમને તૈયાર કર્યો ત્યારે આમને ફોટા પાડ્યા આમને વિડીયોગ્રાફી કરી…….હા ખાસ લેખમાં વિષય વસ્તુને વિશેષ ન્યાય અપાયો હોય,વધુ સમય સ્થળ મુલાકાતમાં જાણકારી માટે ફાળવાયો હોય અને તેના ઉપરથી ખાસ મુલ્યાંકન વિભાગમાં થતુ હોય અહેવાલ બનાવનાર અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરનારના નામ હોય છે એ પણ વન્સ ઇન એ વ્હાઇલ હોય છે.
માહિતી વિભાગ ગાંધીનગરમાં નિયામકથી માંડી દરેક વિભાગોના વડા તેમજ તેમના સ્ટાફ મુખ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીના ખાસ સ્ટાફ દ્વારા આપવામાં આવતી સુચનાઓનું ચુસ્ત પાલન કરે છે તેમાં કોઇ ક્ષતિને અવકાશ જ નથી હોતો અને કઇ ખામી પણ નથી રહેતી…..રાજ્ય સરકારની વિશીષ્ટ કામગીરીના પ્રચાર પ્રસાર અને મીડીયા રીલેશન્સની કામગીરી સંભાળતી આ વડી કચેરી રાજ્યની દરેક જિલ્લા માહિતી કચેરીઓની હેડ ઓફીસ છે,આ ઓફીસના સ્ટાફ અનુભવી હોવા ઉપરાંત કેળવાયેલા હોય છે અને દરેક બાબતના બારીકાઇથી પરીક્ષણ અને નીરીક્ષણ કરી શકે તેવા પારખુ હોય છે અહી પ્રકાશન ઉપરાંતના વિવિધ વિભાગોની સુચારૂ કાર્યપદ્ધતિઓ જિલ્લા કચેરીઓ માટે માર્ગદર્શક બની રહે છે તેમ ગાંધીનગર સ્થિત હેડ ઓફીસની કાર્યરિતીઓના અવલોકન કરતા જણાય છે કેમકે સ્ટાફ વચ્ચેની સંવાદીતતા,ચોક્સાઇ,ભાષા વૈભવ,સમયબદ્ધતા,વિશીષ્ટતા સહિતના સદગુણો વિકસાવવાનો મુક સંદેશો આ વડી કચેરીની કાર્યરિતી આપે છે અને રાજ્યભરની માહિતી કચેરીઓમાં દરેક સમાચારોની યુનિફોર્માલીટી હોય છે
તેવીજ રીતે પ્રાદેશીક કચેરીઓ પણ એવી લયબદ્ધતાથી કામ કરે છે કે તાબા હેઠળના જીલ્લાઓની માહિતી કચેરીઓની તરતની વડી કચેરીને છાજે તેવો વહીવટ હોવાનુ પણ અભ્યાસુઓ જણાવે છે કર્મચારીઓની કુશળતાથી માંડી અગત્યના પત્રવ્યવહાર મીડીયા ટ્રેકીંગ વહીવટીસંચાલન પ્રચાર પ્રસાર અને એબવ ઓલ રાજ્યસરકારની યોજનાઓ,અભિયાનો,ઝુંબેશોના અહેવાલો ,રોજ બ રોજ ના સમાચારો ,અભિપ્રાયો મેળવવા,આગળ મોકલવા, કર્મચારીઓ અધીકારીઓની બદલીઓ કે ચાર્જ કે બઢતી અંગે મહત્વના ફોરમ તરીકરની કામગીરી વગેરે કાર્યવાહી સાથે સાથે તાબા હેઠળની કચેરીઓની મુલાકાતો,નિરીક્ષણ,જરૂરી સુચનાઓ આપવી,રાજ્ય સરકારની નિતી મુજબના મુખ્ય આયામોની અમલવારીઓ અંગે ભારપૂર્વકની સમજણ આપવા સહિત અનેક કામગીરીઓ પ્રાદેશીક કચેરીઓ કરે છે
જિલ્લા કક્ષાની કચેરીઓ સમાચાર,જાહેર ખબર,અન્ય પ્રચાર પ્રસાર,ડોક્યુમેન્ટેશન,ફાઇલીંગ,અખબારોના સર્ક્યુલેશન ,જાહેરાત ફાળવણી,પત્રકારોની નોંધણી,એક્રેડીટેશન કાર્ડ, વગેરે માટે જોગવાઇઓ મુજબ દરેક સ્તરેથી બારીક પરીક્ષણ, નિરીક્ષણ, અભિપ્રાયો વગેરે કામગીરીઓ કરે છે તેમજ આ માટે ઉપલબ્ધ રેકર્ડ અને ડોક્યુમેન્ટસ ચકાસણી કરી ઉપલી કચેરીને મોકલવુ તેમજ ઉપલી કચેરીમા પણ બધુ જ નિરીક્ષણ થઇ વડી કચેરીએ અભિપ્રાય સાથે મોકલવામાં આવે છે જ્યાંથી જરૂરી નિર્ણય લેવાતા હોય છે તે ઉપરાંત સમાચાર અંગે વિવિધ કામો અંગે માધ્યમો અને તંત્રી,પત્રકાર,ફોટોગ્રાફર વગેરે માટે પ્રથમ અને મહત્વના પૂરક મિત્ર બનીને જિલ્લા કચેરી, પ્રાદેશીક કચેરી,વડી કચેરી સૌ અમલમાં રહેલી જોગવાઇઓ અંગેની સુચના મુજબના પેપર વર્ક પુર્ણ કરાવવા,પત્રકારોને જરૂરી માહિતી માર્ગદર્શન પુરા પાડવા,માધ્યમો સાથે સંવાદિતતા સાધવી …….વગેરે વગેરે અનેક કામગીરીઓ હાથ ધરાતી હોય છે.
એક ઉદાહરણ તરીકે જોઇએ તો હાઇકુ થી માંડી ખંડકાવ્ય અને સુવિચારથી માંડી વિસ્તૃત લેખ લખવામાં ખૂબ જ વિચાર વલોણાની જરૂર પડે છે અખબારોમાં પૂર્તિ સંકલન પણ તેવુ જ મગજની કસરત માંગી લેતુ કામ છે ત્યારે કોઇપણ સર્જનમાં કે આલેખનમાં કઇક ક્ષતિ રહી જાય (આ અહેવાલમાં પણ ત્રુટીઓ હશે) પરંતુ તે રચના નો હેતુ/ઉદેશ્ય ,તે _ માટેની જહેમત જોવા જાણવા જેવી હોય છે ખાસ કરીને જામનગર જીલ્લાની માહિતી કચેરીએ આમતો જીલ્લા વહીવટી તંત્ર એ વર્ષ ૨૩-૨૪ની વિકાસ વાટિકાનું પ્રકાશન કર્યુ તે ખૂબ જ રચનાત્મક સંકલન બની રહ્યુ છે તે માટે સૌ અભિનંદનને પાત્ર છે કોઇ રચના એળે નથી જતી ત્યારે વિકાસ વાટિકા ખરેખર જામનગર જીલ્લાની માહિતી વિકાસની પ્રગતિનો સંપુટ બની રહ્યો છે તેવુંજ સંકલન દેવભુિમિ દ્વારકા જિલ્લાનુ છે જે દળદાર સર્જન માટે જહેમત ઉઠાવનાર સૌ અભિનંદન ને પાત્ર છે તો રાજકોટ જિલ્લા માહિતી કચેરીના તેમજ પ્રાદેશીક કચેરીના પ્રકાશનો અનેક પ્રકારે માર્ગદર્શક હોય છે તો રાજ્યની વડી કચેરીના પ્રકાશનો સાહિત્ય અને શબ્દ વિવિધતા પ્રચૂર હોય છે આવા પ્રકાશનો વાંચવાની ભૂખ જાગતી હોય છે જે રાજ્ય સરકારના માહિતી વિભાગના વડી કચેરીથી માંડી રાજ્યની દરેક કચેરીઓના સર્જનથી વાંચવાની ભૂખ મટે છે તૃપ્તિનો ઓડકાર આવે છે.
ટેકનોલોજીના સંપુર્ણ ઉપયોગ પહેલા પ્રિન્ટેડ કોપી સમાચારોની,જાહેરાતોની,અખબારોની કચેરીઓએ માહિતી કચેરીઓ પહોંચાડતી હતી,હાલ ટેકનોલોજી સાથે કદમ મીલાવી ઇમેલથી,વોટસએપથી અખબારો માટે અહેવાલો,સમાચારો,અખબારી યાદી,ખાસ લેખ,જાહેરાત,આમંત્રણ,પ્રેસ કોન્ફરન્સ અંગે માહિતી…..વગેરે પહોંચી જાય છે કવરેજ માં પણ એવુ જ થાય કે કચેરીએ આવીને અહેવાલ બને એટલે તુરંત માધ્યમોને માહિતી પહોંચાડાય છે અને માધ્યમો દ્વારા લોકો સુધી માહિતી પહોંચે છે ત્યારે માધ્યમો માટે માહિતી કચેરીઓ મહત્વનું માધ્યમ હોય છે અને માધ્યમોં હોંશે હોંશે માહિતી વિભાગ એ પુરી પાડેલી યાદીઓ,સમાચારો …..વગેરે તસવીરો સાથે બહોળા જન સમુદાય હિત માટે પ્રસિદ્ધ કરતા હોય છે.
માહિતી વિભાગની રાજ્ય સરકારની ગાંધીનગર સ્થિત કચેરીમાં સમાચાર ,વહીવટી ,હિસાબી,જાહેર ખબર,ટેકનીકલ,ફિલ્મ પ્રોડક્શન ,પ્રદર્શન,પ્રકાશન,આર.આર. વગેરે શાખાઓ કાર્યરત હોય છે તે મુજબ પ્રાદેશીક કચેરીઓમાં આ મુજબ શાખાઓ તેમજ જિોલ્લા કચેરીઓમાં આ મુજબની શાખાઓ કાર્યરત હોય છે ગાંધીનગર કચેરીની શાખાઓનું સ્ટાફનું ફલક વિશાળ હોય,પ્રાદેશીક કચેરીઓમાં કદાચ સ્ટાફનુ ફલક કદાચ ઓછુ હોય કે જીલ્લા કક્ષાએ ઘણુ ઓછુ ફલક કદાચ હોય છતાંય માહિતી વિભાગની વિશેષતા છે કે મુળ ફરજ સાથે વધારાનો હવાલો સોપવામાં આવે તે કામ માટે પણ કર્મયોગીઓ હસતા હસતા ફરજ બજાવે છે કાર્યબોજ નહી કાર્યમૌજ નો માહોલ હોય છે અને એકંદર છે……ક ઉપરથી વડીકચેરીમાં જે જે શાખા છે જે જે મુખ્ય કામો છે તે કામો જિલ્લા કચેરીઓમા પણ શાખા વાઇઝ થતા રહે છે.
માહિતી વિભાગ કાર્યરત છે ત્યારથી અગણીત અધીકારીઓ કર્મચારીઓ સૌ એ વિભાગની ક્રમશ: વધતી જતી કામગીરીઓની વિશેષતાઓને હોંશે હોંશે અપનાવી આ પદ્ધતિઓ આગળ ધપાવી છે ગાંધીનગરથી માંડી નાના મોટા જીલ્લાઓ વધતા રહ્યા તેમ તેમ જેમને ફરજ સોંપાતી રહી તે દરેક એ ફરજ પાલન ને અત્યાર સુધી નિભાવ્યુ છે અગણીત નામો છે કે અધીકારીઓથી માંડી કર્મચારીઓ સૌ નો વિશાળ પરીવાર રહ્યો છે આ પરીવારનો વ્યાપ વધતો રહ્યો તો ક્યારેક કોઇ મથકે સ્ટાફ ઘટ્યો હોઇ છતાં પ્રાદેશીક કે રાજ્ય કક્ષાએથી જુદા જુદા ચાર્જ આપીને પરીવારની એકતા જાળવી રખાઇ છે આ માટે સરસ ફરજ ખૂબ સરસ ફરજ શ્રેષ્ઠ ફરજ વગેરે અવલોકનમાં આવ્યુ હોય પરંતુ એકંદર દરેકની કામ કરવાની ઢબ હોય છે જે ધ્યાને લેવી જોઇએ અને કોઇ કર્મચારી કે અધીકારીના કામ કદાચ સમીક્ષા જનક લાગે તો ત્યારે અવલોકનના વિશેષ આયામોથી જોઇએ તો તે તેમની પ્રકૃતિ હોય શકે પરંતુ એકંદર કચેરીનું જે ફોર્મેટ છે તે મુજબની તેમની ફરજ યોગ્ય જણાતી હોય છે.
માહિતી વિભાગની એક વિશેષતા એ પણ છે કે તેમાં ભલામણોનુ ક્યાંય સ્થાન નથી પણ હા એપ્રીસીએટ કરવાની,મોટીવેટ કરવાની,ઇન્સ્પાયર કરવાની પ્રથા છે ઉપરાંત ભલામણની જરૂર એટલે નથી રહેતી કે જિલ્લા કક્ષાથી માંડી રાજ્યકક્ષા સુધીના અધીકારીઓના ધ્યાનમાં દરેક કામગીરી આવે છે,નિયમીત મુલ્યાંકન થાય છે,જરૂર પડ્યે આંતરીક સુચનાઓ આપવાનુ પણ અસરકારક માળખુ છે અને કર્મચારીઓના પ્રશ્ર્ને મેરીટ મુજબ ધ્યાન અપાય છે અને પગાર ગ્રેડ,બઢતી,બદલીઓ વગેરે કર્મચારીઓની કામગીરી મુજબ સમયે સમયે થતી રહે છે તેમાં સંતુલીત અભિગમ અપનાવાય છે
હાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પાસે માહિતી પ્રસારણ વિભાગનો પોર્ટફોલીયો છે.
માહિતી અને પ્રસારણ વિભાગના સચીવ શ્રી અવંતિકા સિંઘ,માહિતી નિયામક શ્રી કે.એલ.બચાણી,અધીક નિયામક શ્રી અરવિંદ પટેલ,સંયુક્ત નિયામક શ્રી સંજય કચોટ, નાયબ માહિતી નિયામક શ્રીદિલીપ ગજ્જર નાયબ તેમજ તેમના સૌ ના સ્ટાફ તેમજ જાહેરાત શાખામાં નાયબ નિયામક શ્રી ચિંતનભાઈ રાવલ તેમજ તેમના સ્ટાફ વગેરે સૌ હેડઓફીસમાં સમાચાર,જાહેરાત વગેરે માધ્યમથી પ્રચાર પ્રસારની મહત્વની કામગીરીમાં કાર્યરત છે
તેમજ પ્રાદેશીક માહિતી કચેરી રાજકોટ તેમજ જીલ્લા માહિતી કચેરી રાજકોટમાં સંયુક્ત માહિતી નિયામક શ્રી એમ.ડી.મોડાસીયા
શ્રી પ્રશાંત ત્રિવેદી ,નાયબ માહિતી નિયામક શ્રી સોનલ બી.જોશીપુરા
સહાયક માહિતી નિયામક જેમની પાસે જામનગરની જિલ્લા માહિતી કચેરીના ના.મા.નિ.નો પણ ચાર્જ છે, શ્રી રાધિકા વ્યાસ સહાયક માહિતી નિયામક શ્રી પ્રિયંકા પરમાર
સહાયક માહિતી નિયામક શ્રી પારૂલ ડી.આડેસરા સહાયક માહિતી નિયામક જેમની પાસે મોરબી જિલ્લા માહિતી કચેરીનો પણ ચાર્જ છે શ્રી નિલેશ એસ. વાધેલા નાયબ કાર્યપાલક ઇજનેર છે શ્રી રજાક .એ.ડેલા
અધિક્ષક, અને ઇ.સહાયક માહિતી નિયામક છે તેમની પાસે જામનગરના સ.મા.નિ.નો પણ ચાર્જ છે ઉપરાંત શ્રી જિતેન્દ્ર નિમાવત સિનિયર સબ એડિટર
શ્રી સંદિપ.એન.કાનાણી સિનિયર સબ એડિટર શ્રી દિવ્યા.કે.ત્રિવેદી
માહિતી મદદનીશ શ્રી રિધ્ધિ બી. ત્રિવેદી માહિતી મદદનીશ
શ્રી માર્ગી.ટી.મહેતા માહિતી મદદનીશ,શ્રી શૈલેષ.વી.ગોહિલ
સહાયક અધિક્ષક શ્રી એસ.એચ.બાદી જુનિયર ક્લાર્ક શ્રી
સંદિપ.એ.જોષી જુનિયર ક્લાર્ક
શ્રી સંજય જે. રાજયગુરૂ ઓપરેટર
શ્રી રશિમન.જી.યાજ્ઞિક ઓપરેટર
શ્રી કેતન.પી.દવે ઓપરેટર
શ્રી અરવિંદ.એમ.વેકરીયા ઓપરેટર શ્રી જીતુભાઇ એચ.પરમાર ઓપરેટર શ્રી રાજકુમાર સાપરા સીની. પી.આર.
શ્રી રાજ લક્કડ જુની. પી.આર.
શ્રી વિરલ દલ ડેટા એન્ટ્રી ઓપરેટર
શ્રી સાગર મકવાણા કોમ્પ્યુટર ટેક.
શ્રી દિપાલી ત્રિવેદી કોમ્પ્યુટર ટેક. સહિતના કર્મયોગીઓ કાર્યરત છે
તેમજ જામનગર જીલ્લા માહિતી કચેરીના તાજેતરમાં બદલી પામેલા નાયબ માહિતી નિયામક શ્રી કડીયા બાદ હાલ ઇ.ચા.નાયબ માહિતી નિયામક શ્રી સોનલબેન જોશીપુરા,
શ્રી રઝાકભાઈ ડેલા(ઇ.એ.ડી.આઈ)
શ્રી પારુલબેન કાનગળ(સી.સ.એ.)
શ્રી વિરેન્દ્રસિંહ પરમાર(સી.સ.એ.)
શ્રી અનવરભાઈ સોઢા-કેમેરામેન
શ્રીગજેન્દ્રસિંહ જાડેજા-કેમેરામેન
શ્રી પ્રકાશ વોરા-ક્લાર્ક સહિતના કર્મયોગીઓ ફરજ બજાવે છે
દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીના તાજેતરમાં બદલી પામેલા સહાયક માહિતી નિયામક શ્રી નરેશ મહેતા બાદ સહાયક માહિતી નિયામક શ્રી પરીમલ પટેલ, શ્રી ભાર્ગવ ભંડેરી, શ્રી વૈશાલી રાવલીયા,શ્રી હરદાસ ગોજીયા,શ્રી મયંક ગોજીયા,શ્રી જીજ્ઞેશ ગોજીયા વગેરે સહિતના સ્ટાફ ફરજ બજાવે છે.
મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક શ્રી પારૂલ આડેસરા, તેમજ શ્રી જલકૃતિ મહેતા, શ્રી બલવંત સિંઘ, શ્રી આનંદ ગઢવી, શ્રી જયભાઇ તેમજ તેમની સમાચાર વિભાગની ટીમ ,જાહેરાત વિભાગની ટીમ સહિત દરેક વિભાગ વિવિધ જવાબદારીઓ સાથે આ ટીમ ફરજ બજાવે છે
આમ ગાંધીનગર વડી કચેરીથી માંડી રાજ્યની દરેક પ્રાદેશીક કચેરીઓથી માંડી રાજ્યની દરેક જીલ્લા કચેરીઓમાં એકસુત્રતા ,સંવાદીતતા જોબ પ્રોફાઇલને પુરતો ન્યાય આપવાની નિષ્ઠા સહિતની અનેક બાબતો જોવા મળે છે જે પ્રસંશનીય છે-માર્ગદર્શક છે, તેને બિરદાવવી જ જોઇએ વળી બીજા સરકારી વિભાગોની જેમ માહિતી વિભાગમાં ઘણી જગ્યાઓ ખાલી છે છતાંય દરેક કામ સુચારૂ રૂપે થાય છે એ વિશીષ્ટતા ન કહેવાય? એથીય આગળ જોઇએ તો ખાલી જગ્યા અંગે ચાર્જ સોંપાય કે વધારાની કામગીરી સોંપાય તો પણ કોઇ સ્ટાફના ચહેરાની રેખામાં ફરક ન પડે ઉલટુ પોતાનુ કામ કરતા જાય અને ચાર્જ હોય તો તે કામ પણ હોંશે હોંશે કરતા જાય અને ચાર્જ ન આપ્યો હોય છતા બીજુ કામ પોતાની મેળે સુઝકાથી કરતા જાય છે તેવુ જોવા મળ્યુ છે અધીકારીઓ અને કર્મચારીઓની આ પરીપક્વતા એ ,આ વિશેષતાએ સમગ્રપણે માહિતી વિભાગને ,સરકારનો મુઠી ઉચેરો વિભાગ બનાવ્યો છે. માહિતી વિભાગની એક ધારા છે જે એકધારી વહે છે,હવે સમજવા જેવી બાબત એ છે કે પાંચ,દસ,પંદર વર્ષથી ફરજ બજાવનાર કચેરીની કાર્યશૈલીમાં ઘડાયેલા હોય પરંતુ નવા આવતા કર્મચારીઓ પણ તુરંત માળખામાં અનુરૂપતા સાથે સાનુકુલન સાધી ફરજ ને પુરતો ન્યાય આપતા જોવા મળે છે, હા ,શીખવાની ધગશ ફરજનિષ્ઠાના મુળ ગુણ તે માટે કામ કરે જ છે પરંતુ સિનિયર સ્ટાફ, અધીકારીઓ,કચેરીના વડા ……એમ સૌ ની આ સફળતા ગણાય છે કે ન્યુ કમર પણ તુરંતજ વિભાગની ધારા માં આવી જાય છે નહિતર માહિતી વિભાગે શું લખવુ સાથે શું ન લખવુ તેની પરખ સાથે રોજ કામ કરવાનું હોય છે ……સ્ટાફ નવા કે જુના જલદીથી એક ધારામાં ઘડાય છે તે જિલ્લા કચેરીઓથી માંડી પ્રાદેશીક કચેરીઓ અને ત્યાંથી વડી કચેરી સુધી દરેક સ્તરે જોવા મળે છે તે વિભાગના રાજ્યના વડા, પ્રાદેશીક વડા, જિલ્લાના વડા ની વહીવટી કુશળતા દર્શાવે છે
લેખન અને લેખન શૈલી દરેક સમાચાર અને જાહેરાતમાં વિભાગની નિપુણતાનું પ્રતિબિંબ દર્શાવે છે તેમજ વિષય વસ્તુ મુજબ ભાષાની વિવિધતા અને ભાષાના વૈભવને ક્યાં કેવી રીતે પ્રયોગ કરવો તેની આવડતથી સમાચારો,લેખો,જાહેરાતો દીપી ઉઠતી હોય છે. ગુજરાત સરકારનું માહિતી વિભાગ આ વિશેષતા જાળવવાની સાથે વિવિધતાઓ અપનાવી અવિરતવ અપડેશન કરતા રહેવાની સાથે સાહિત્ય વારસો મુળ સ્વરૂપે જળવાય તેનું પણ સંતુલન કરે છે
જિલ્લાથી માંડી રાજ્ય સ્તર સુધી સ્વચ્છતા,રમત ગમત,વહીવટી સુગમતા,મહિલા અને બાળ સ્વસ્થતા થી સશક્તિકરણ,કલા સંસ્કૃતિ આયોજનો,અનેક સ્પર્ધાઓ,કૃષી ક્ષેત્રે રથ થી માંડી સીઝન વાર માર્ગદર્શન,ખેત ઉપજનાં વેંચાણ ટુંકમાં વાવણીથી વેંચાણ,વન મહોત્સવ,વિકાસ થી વાકેફ કરવા,સાંસ્કૃતિક વારસાથી અવગત કરવા,શાળા પ્રવેશોત્સવ,રસીકરણ………………વગેરે ઘણું………હા ઘણુ….ઘણું સરકારની એક ઝુંબેશ કે અભિયાન સ્વરૂપે ચાલતુ હોય છે,તે અંગે ગાંધીનગરથી જિલ્લા સુધીના લખાણની એકસુત્રતા તેમજ વિષય વસ્તુ એ જ હોય પરંતુ સ્થળ કે લાભાર્થી બદલતા હોય ત્યારે મુળ વિષય વસ્તુ જાળવવી એકસરખા અહેવાલને વિવિધતાપુર્વક તૈયાર કરવા એ અંગે પણ ગુજરાતના માહિતી વિભાગની દરેક સ્તરે વિશીષ્ટતા જોવા /વાંચવા મળે છે તો વળી મહાનુભાવોના પ્રવાસ વખતે માધ્યમો સાથે સંકલન અન્ય વિભાગો સાથે સંકલન અને કાર્યક્રમ મુજબના અહેવાલો,યોજના મુજબના પ્રતિભાવો,વિશેષ મુદા ઉપર ભાર મુકવો ……….આ બધુ જ સમયમર્યાદા કરનાર માહિતી વિભાગના સમાચાર શાખાના સ્ટાફની સુઝબુઝ ,જિલ્લા પ્રદેશ કે રાજ્ય સ્તરના અધીકારીઓની સજ્જતા તેમજ એકંદરે સંવાદિતતા અને સાનુકુલન સાથેની કામગીરી દર્શનીય હોય છે આ દરેક બાબતો સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અભિન્ન અંગ છે હાલના સમયમાં ટેકનોલોજી લેખનમાં મદદરૂપ છે તેવીજ રીતે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માં પણ ટેકનોલોજીએ ખૂબ મદદ કરી છે નહિતર આજે પાડેલો ફોટો કાલ મળે તે સમય બહુ જુનો ન ગણાય અને તે વખતે પણ માહિતી વિભાગ અહેવાલ સાથે ફોટા પહોંચાડવા અવિરત દોડતુ જ હતુ બાદમાં ટેકનોલોજી આવી ને એટલી ઝડપથી વિકસી છે કે ઘણી સુગમતા થઈ ગઇ અને માહિતીના અહેવાલો ફોટા વગેરે માધ્યમોને તુરંત પેજ ઉપર મુકવાની પણ સુગમતા થઇ ગઈ છે
હાલના યુગમાં ઘટના દુર્ઘટનાઓની વિચીત્રતા ચિંતાજનક રીતે વધતી હોય સમયની સાથે તાલ મીલાવવા માધ્યમોએ ઘણોખરો સમાવેશ કરવો પડતો હોય છે આવા સંજોગોમાં માહિતી ખાતાના વિવિધતાસભર અહેવાલો,જાહેરાતો જુદા જુદા માધ્યમોના સમાચારોની અનેકવિધતાઓ વચ્ચે હેલ્ધી ન્યુઝથી એકંદર રીતે તંદુરસ્ત સંતુલન સાધે છે તેવુ વાંચકો,વિવેચકોનું તારણ છે
_________________
—-regards
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com