GUJARAT

જામનગર તાલુકાના પ્રશ્ર્નો ગ્રામ્ય મામલતદાર સાંભળશે

*આગામી તા.24 જુલાઈના રોજ જામનગર શહેરમાં “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે*

*જામનગર (ભરત ભોગાયતા)

 

”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.

જે અનુસાર જામનગર શહેરમાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ 24/07/2024 ના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મુખ્ય કારોબારી અધિકારીશ્રી, જાડાના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારીશ્રી, જામનગર શહેરની કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે.

તેથી આગામી તારીખ 11/07/2024 સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, જામનગર શહેરને મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ અત્રે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અન્વયે,

(1) તાલુકા કક્ષાએ તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ, અને તે અરજીની તારીખે અનિર્ણિત રહેલી હોવી જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે.

(2) કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ.

(3) કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે.

(4) કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં.

જામનગર શહેરના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદારશ્રી, જામનગર શહેરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

*000000*

Back to top button
error: Content is protected !!