GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પડધરી તાલુકામાં ગ્રામજનોએ ‘તમારા મતદાન મથકને જાણો..’ ઝુંબેશ હેઠળ મતદાન મથકની મુલાકાત લીધી

તા.૨૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

વાંકાનેરમાં વિદ્યાર્થીઓએ ચૂંટણી પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિર્દેશન કર્યું : સ્થાનિકોએ મતદાનના શપથ ગ્રહણ કર્યા

Rajkot: સમગ્ર ગુજરાતમાં લોકશાહીનો રૂડો લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪નો અવસર ગણતરીના દિવસોમાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ સંસદીય મતદાર વિભાગનો દરેક નાગરિક આ પર્વની ઉજવણીમાં જોડાય, તેવા ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં અને સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બની રહ્યું છે.

૬૬ – ટંકારા વિધાનસભા મતદાર વિભાગમાં મોરબી ડેપ્યુટી કલેક્ટરશ્રી સુબોધભાઈ દુડખીયાના નિર્દેશ મુજબ પડધરી તાલુકામાં ગ્રામજનોએ ‘તમારા મતદાન મથકને જાણો..’ ઝુંબેશ હેઠળ મતદાન મથકની મુલાકાત લીધી હતી. જેમાં જનતાને મતદાન માટે રૂમ, મતદાર ક્રમાંક, વાહન પાર્કિંગ અને સહાયતા કેન્દ્ર સહિતની સુવિધાઓ, ઓળખના પુરાવાઓ સહિતની બાબતો વિષયક માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, ૬૭ – વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થભાઈ ગઢવીના સૂચન અનુસાર કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ના ૧૨૨ વિદ્યાર્થીઓએ બૂથ લેવલ ઓફિસર સહિતના અધિકારો અને મતદાતાઓની ભૂમિકા ભજવીને ચૂંટણી પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિર્દેશન કર્યું હતું. અને વિદ્યાર્થીઓએ મતદાનનો મહિમા સમજાવીને નાગરિકોને મતદાન કરાવવાનો ઉત્સાહ દેખાડ્યો હતો. આ કાર્યક્રમ માટે તાલુકા મામલતદારશ્રી કાનાણીભાઈ, નાયબ મામલતદારશ્રી મન્સૂરીભાઈ, શાળાના પ્રમુખશ્રી વિનુભાઈ રૂપારેલીયા, પ્રધાનાચાર્યશ્રી નિલેશભાઈ ધોકિયા, શ્રી ભુપતભાઈ છૈયા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

વધુમાં, વાંકાનેરમાં આવેલી મનમંદિર, અરુણોદય, આશિયાના અને તેની આજુબાજુની સોસાયટીઓમાં સ્થાનિકોને મતદાન જાગૃતિ અર્થે આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોને ચૂંટણી પ્રક્રિયા, મતદાન મથક, ચૂંટણીલક્ષી સેવાઓ આપતી એપ્લીકેશન્સ સહિતના મુદાઓ વિશે સમજૂતી આપવામાં આવી હતી. તેમજ અચૂક મતદાન કરવાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. અને ‘દસ મિનિટ, દેશ માટે.. દસ મિનિટ, લોકશાહી માટે..’ ફાળવવાની અપીલ કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!