GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના ગામોને નવા ગોધર તાલુકામાં સમાવેશ સામે ગ્રામજનોનો વાંધો

સંતરામપુર તાલુકાના ગામોને નવા ગોધર તાલુકામાં સમાવેશ સામે ગ્રામજનોનો વાંધો — PESA હેઠળ ગ્રામસભાના ઠરાવ સાથે મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું…

 

રિપોર્ટર… અમીન કોઠારી  મહીસાગર

 

સંતરામપુર તાલુકાના પગીના મુવાડા, કોઠીના મુવાડા, ગામડી, બાવાના સાલીયા, ડહેલા અને મોવાસા ગામોના ગ્રામજનો અને ગામના સરપંચો, આગેવાનો તથા ગ્રામજનો ને વડીલોની ઉપસ્થિતિમાં આજે સંતરામપુર મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે વિશાળ સંખ્યામાં ભેગા થઈ નવા ગોધર તાલુકામાં ગામોનો સમાવિષ્ટ કરવાનો વિરોધ નોંધાવ્યો.હતો.

 

આ તમામ ગામો ભારતના બંધારણ હેઠળ પંચમી અનુસૂચી વિસ્તારમાં આવે છે તથા PESA (Panchayats Extension to Scheduled Areas) અધિનિયમ 1996 હેઠળ ગામના મુળવતન, એટલે કે ગ્રામસભા, સત્તાવાળું મંડળ છે. ગ્રામસભાએ સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો છે કે ગામો હાલના સંતરામપુર તાલુકામાં જ રહેવા ઇચ્છે છે અને નવા ગોધર તાલુકામાં સામેલ થવા ઈચ્છુક નથી.

અમે તાલુકા પરિવર્તનને લઈને નીચેના મુદ્દાઓને આધારે આ વિરોધ નોંધાવીએ છીએ:

1. નવા ગોધર તાલુકાની ભૌગોલિક દૂરિ અને વિકાસ સવલતોનો અભાવ

2. હાલના સંતરામપુર તાલુકા સાથે decades જુનું સામાજિક, આર્થિક અને સંસ્કૃતિક જોડાણ

3. ગ્રામજનોના હિતમાં હાલના તાલુકામાં જ રહેવુ વધુ યોગ્ય અને લાભદાયી

આVillage Clusterના પ્રતિનિધિઓએ આવેદનપત્રમાં આ તમામ મુદ્દાઓને વિશદ રીતે રજૂ કરતાં પ્રશાસનને વિનંતી કરી છે કે ગ્રામસભાના નિર્ણય અને લોકઇચ્છાને માન આપી ગામોને નવા ગોધર તાલુકામાં સામેલ ન કરવામાં આવે.

આજના આવેદનપત્ર કાર્યક્રમમાં તમામ ગામોના સરપંચો .વડીલો, યુવાનો તથા મહિલાઓ . ગ્રામજનો પ્રતિનિધિઓએ પણ ઉત્સાહભેર હાજરી આપી ગ્રામજનોના આંદોલનને મજબૂતી આપી હતી.

ગ્રામજનો આશા રાખેછે કે લોકશાહી અને બંધારણીય અધિકારોના આદર સાથે આ મુદ્દે યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર ને મહેસુલ વિભાગ દવારાલેવામાં આવશે ખરો???

Back to top button
error: Content is protected !!