નરાણા ગામે નિવૃત્ત આર્મી જવાન વિહાભાઈ ચૌધરી નું ગ્રામજનો એ ગૌરવપૂર્ણ સન્માન કર્યું

સતર વર્ષ દેશસેવા બાદ વતનમાં પધારતા
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
નરાણા ગામે નિવૃત્ત આર્મી જવાન વિહાભાઈ ચૌધરી નું ગ્રામજનો એ ગૌરવપૂર્ણ સન્માન કર્યું
ભારત માતા કી જય અને દેશભક્તિના ગીતો થી ગુંજી ઉઠ્યું ગામ
નરાણા ગામનાં ચૌધરી વિહાભાઈ કાળાભાઈ 17 વર્ષ દેશ સેવા ના આર્મી જવાન માં અલગ અલગ રાજ્યોમાં ફરજ બજાવી રાત દિવસ દેશની બોર્ડરોની સુરક્ષા કરી પોતાના દેશપ્રેમ ની સેવા બજાવી રહ્યા હતા આર્મી જવાન વિહાભાઈ ચૌધરી 17 વર્ષ સેવા બાદ નિવૃત થઈ પોતાના વતનમાં પધારતા નરાણા ગામનાં ગ્રામજનો દ્વારા ખુબ ગૌરવ પૂર્ણ માન સન્માન સાથે દેશભકિત ના ગીતો સાથે સન્માન કરવામાં આવ્યું હતું ગામના મંદિર માં દર્શન કરી આર્મી જવાન વિહાભાઈ ચૌધરી એ માતાજી ના આશીર્વાદ લીધા હતા આ દેશભક્તિ ના પ્રસંગે ખુબ જ સંખ્યામાં આજુબાજુ ના ગ્રામજનો હાજર રહ્યા હતા અને નરાણા ગામે પધારેલા વિહાભાઈ ચૌધરી નું સન્માન કર્યું હતું આ પ્રસંગે વિહાભાઈ ચૌધરી ના પરિવાર એ સહુને આવકાર્ય હતા





